પ્રભાસ અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ: પ્રભાસની ફિલ્મ 'ફૌજી' નું પોસ્ટર જારી કરી ફિલ્મ આગામી ત્રીજી ડિસેમ્બરે રીલિઝ થશે એમ જાહેર કરાયું હતું. હીટ ફિલ્મ 'સીતા રામમ' ફિલ્મથી જાણીતા બનેલાં નિર્દેશક હનુ રાઘવપુડીની આ નવી ફિલ્મ ફૌજી પિરિયડ એક્શન ડ્રામા છે. ઉલ્લેખનીય છે કે તા. ચોથી ડિસેમ્બરે અજય દેવગણની 'રેન્જર' રજૂ થવાની છે. આથી, બોક્સ ઓફિસ પર અજય દેવગણ અને પ્રભાસની ટક્કર થશે.
નિર્દેશક હનુ રાઘવપુડી અને પ્રભાસની આ પહેલી ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં એકસાથે રજૂ કરવામાં આવશે. પ્રભાસની સાથે ફિલ્મમાં અનુપમ ખેર, જયાપ્રદા અને મિથુન ચક્રવર્તી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ ધોતી અને શર્ટ વિના લોહીથી લથપથ હાલતમાં બેઠેલો દર્શાવવામાં આવ્યો છે.
આ પોસ્ટર જોઇ કટપ્પાના વિશ્વાસઘાતથી આઘાત પામેલા 'બાહુબલિ'નો પોઝ યાદ આવી જાય છે. ઐતિહાસિક ઘટનાઓને રણભૂમિમાં કાલ્પનિક રીતે રજૂ કરતી આ ફિલ્મ બે ભાગમાં રિલિઝ કરવામાં આવશે. બીજો ભાગ ફિલ્મની પ્રિકવલ હશે.









