Entertainment

રણબીરને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
રણબીર કપૂરને દીકરી રાહાના કારણે કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. 18મી જુલાઈએ દિલ્હીના ભારતમંડપમમાં 'રામાયણ'ના ટ્રેલર લોન્ચમાં તે કાળા ચશ્મા પહેરીને હાજર રહેશે તેવી અટકળો છે. નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રા પણ ઉપસ્થિત રહેશે. ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી 2026માં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીરને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

મુંબઇ: રણબીર કપૂરને દીકરી રાહા થકી કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. તેને પગલે તે આગામી તા. ૧૮મીએ દિલ્હીમાં યોજાનારાં 'રામાયણ'નાં ટ્રેલર લોન્ચ વખતે કાળાં ચશ્મા પહેરીને હાજર રહેશે કે કેમ તેવી અટકળો થઈ રહી છે.
બન્યું છે એવું કે પુત્રી રાહાને રમાડવામાં વ્યસ્ત રણબીર કપૂરને પુત્રી રાહાનો કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. કન્જક્ટિવાઇટીસ એ આંખનો ચેપ છે જે નજીકના સંપર્કથી ફેલાય છે. ભારતમંડપમમાં યોજાનારા સત્તાવાર ટ્રેલર લોન્ચમાં નિર્દેશક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા અને ફિલ્મના મુખ્ય કળાકારો હાજર રહેવાના છે. એ પછી ૨૩ જુલાઇએ અમેરિકાના વિખ્યાત સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટમાં ફિલ્મ 'રામાયણ'નો વિશેષ શોકેસ રજૂ કરવામાં આવશે.
રામાયણ ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગ દિવાળી ૨૦૨૬માં રજૂ કરાશે.