VIDEO: કીર્તિ પટેલની ત્રીજા કેસમાં અટકાયત, મીડિયાને જોતાં કહ્યું- ફોટો પાડવો છે, દુપટ્ટો ઉતારું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kirti Patel Detained Surat Police: સોશિયલ મીડિયા પર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓ ઓછી થવાની નામ નથી લઈ રહી. કીર્તિ પટેલને ત્રીજા કેસમાં સુરતના લસકાણા પોલીસ દ્વારા અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં મીડિયાના કેમેરા જોઈને કીર્તિએ કહ્યું કે, 'ફોટો પાડવો છે, દુપટ્ટો ઉતારું?'
સોશિયલ મીડિયા પર ગાળાગાળી કરવી ભારે પડી
પ્રાપ્ત વિગતો મુજબ, કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લલિત ડોંડા નામના શખસ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે લલિત ડોંડાએ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સંદર્ભે લસકાણા પોલીસે કાર્યવાહી કરીને કીર્તિની અટકાયત કરી હતી અને કાનૂની પ્રક્રિયા અર્થે કોર્ટમાં રજૂ કરી હતી.
અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાઈ ચૂકેલી કીર્તિને જ્યારે પોલીસ કોર્ટમાં લઈને પહોંચી ત્યારે તેણે મીડિયા જોઈને કોઈ પણ જાતના પસ્તાવા વગર બોલવાનું શરૂ કર્યું હતું. જોકે, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં ફરીથી કીર્તિને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવી હતી.









