Surat

સુરતમાં રેસ્ટોરન્ટ માટે ફૂડ સેફ્ટી ડિકલેરેશન ફરજિયાત: બોર્ડ પર અધિકારીનું નામ અને નંબર ગ્રાહકોને જણાવવો પડશે

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત મહાપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ભેળસેળ અટકાવી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી તમામ રેસ્ટોરન્ટમાં GST નંબરની જેમ જ મોટા અક્ષરોમાં 'ફૂડ સેફ્ટી ડિકલેરેશન' પ્રદર્શિત કરવું ફરજિયાત બન્યું છે. આ બોર્ડ પર ફૂડ સેફ્ટી ઓફિસરનું નામ, ઈ-મેઈલ અને મોબાઈલ નંબર પણ દર્શાવવાના રહેશે, જેથી ગ્રાહકો સીધો સંપર્ક કરી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં રેસ્ટોરન્ટ માટે ફૂડ સેફ્ટી ડિકલેરેશન ફરજિયાત:  બોર્ડ પર અધિકારીનું નામ અને નંબર ગ્રાહકોને જણાવવો પડશે

Surat Food Safety: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા સાથે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સુરત મહાપાલિકાના આરોગ્ય વિભાગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરની તમામ રેસ્ટોરન્ટમાં GST નંબરની જેમ જ ગ્રાહકો વાંચી શકે તે રીતે મોટા અક્ષરોમાં 'ફૂડ સેફ્ટી ડિકલેરેશન' પ્રદર્શિત કરવું ફરજિયાત બનાવાયું છે. ગ્રાહકો જરૂર પડે ત્યારે મહાપાલિકાના ફૂડ ઈન્સ્પેક્ટરનો સીધો સંપર્ક કરી શકે તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરનું નામ, ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર પણ બોર્ડ પર સ્પષ્ટપણે લખવાના રહેશે.

રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી ડિકલેરેશન ફરજિયાત

સુરત મહાપાલિકાએ ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં થઈ રહેલી ભેળસેળને અટકાવવા એક આવકારદાયક નિર્ણય લીધો છે. રેસ્ટોરન્ટ કે ફૂડ કોર્ટમાં વેચાણ થતી રહેલી વાનગીઓ કયા પદાર્થમાંથી બનાવવામાં આવી છે તેની સચોટ માહિતી દર્શાવવી હવે ફરજિયાત બનાવાઈ છે.

ગ્રાહકોના હિતમાં લેવાયેલા સરાહનીય નિર્ણય અંગે મળેલી વિગત મુજબ, હવેથી રેસ્ટોરન્ટ ધારકોએ જીએસટી નંબરની જેમ મોટા અક્ષરે એક ફૂડ સેફ્ટી ડિકલેરેશન દર્શાવવાનું રહેશે. જેમાં સૌથી મહત્ત્વનું ફૂડ સેફ્ટી ઓફિસરનું નામ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી લખવાનો રહેશે. ફૂડની ક્વોલિટી વિશે અસંતોષ થાય અને રેસ્ટોરન્ટ તરફથી યોગ્ય સહકાર નહીં મળે તો હવેથી ગ્રાહક તે વિસ્તારના ફૂડ સેફ્ટી ઓફિસરનો સીધો સંપર્ક કરી ફરિયાદ કરી શકશે. આ નવી વ્યવસ્થાથી રેસ્ટોરન્ટમાં આવતા તમામ પ્રત્યેક લોકો પોતે શું આરોગી રહ્યા છે તેની ચોક્કસ માહિતી મેળવી શકશે. આને કારણે વાનગીઓની ગુણવત્તામાં પારદર્શકતા આવશે અને વાસી કે નબળી ગુણવત્તાનો ખોરાક પીરસતી પ્રવૃત્તિઓ પર લગામ લાગશે તેવો તંત્રે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ડિકલેરેશન બોર્ડમાં પ્રદર્શિત કરવાની મુખ્ય વિગતો

•શુદ્ધ ડેરી પ્રોડક્ટ્સ: વાનગીઓમાં માત્ર શુદ્ધ દૂધ અને દૂધમાંથી બનેલી બનાવટો (દહીં, પનીર, ઘી, ચીઝ, બટર)નો જ ઉપયોગ થાય છે.
•ડેરી એનાલોગ પર મનાઈ: સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના 'ડેરી એનાલોગ' કે 'મિલ્ક એનાલોગ' (બનાવટી/નકલી દૂધ-પનીર)નો ઉપયોગ કરાતો નથી.
•MSG મુક્ત ખોરાક: ખાદ્ય પદાર્થોમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG)નો ઉપયોગ કરવામાં આવતો નથી.
•ખાદ્ય તેલની વિગત: રસોઈમાં ચોક્કસ કયા બ્રાન્ડ કે પ્રકારના ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.
•અધિકારીની માહિતી: ગ્રાહક સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે વિસ્તારના ફૂડ સેફ્ટી ઓફિસરનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ ફરજિયાત લખવાના રહેશે.