ક્રિસમસ પર વિદેશમાં લેબ્રગોન ડાયમંડ જ્વેલરીની વધી માગ, કારખાનેદારોએ બોનસ જાહેર કરતા રત્નકલાકારોની દિવાળી સુધરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rising Demand for Lab-Grown Diamonds : ડાયમંડ ઉદ્યોગમાં આ વખતે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને લેબ્રગ્રોન ડાયમંડ જ્વેલરીમાં સારી માગ જોવા મળી રહી છે. વિદેશોમાં ક્રિસમસને લઈ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં લેબ્રગોન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ જોવા મળતી હોય છે અને વેપારીઓને હાલમાં સારા ઓર્ડર પણ મળી રહ્યા છે. આ વખતે કેટલાક કારખાનેદારો દ્વારા રત્ન કલાકારો જો દિવાળીની રજાના 5 દિવસ બાદ પાછા હાજર થાય તો પગારના 10 ટકા બોનસની જાહેરાત કરવામાં આવી છે.
સુરત લેબ્રગ્રોન ડાયમંડ એસો.ના પ્રમુખના જણાવ્યા પ્રમાણે, આતો હજી શરૂઆત છે. અત્યારે જે ડિમાન્ડ છે તે જોતા ધનતેરસ સુધી કારખાના ચાલુ રહેશે અને દિવાળીની રજા પછી તુરંત જ પાછા કારખાના શરૂ થઈ જશે. ઘણી ફેક્ટરીના માલિકો દ્વારા બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે. જો રત્ન કલાકારો પરત કામ પર બેસી જશે તો રેગ્યુલર મહિનામાં જે કામ કર્યું હશે તેનું 10 ટકા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, દિવાળી પહેલા જે કામદાર મહિને રૂ.50 હજારનું કામ કરતો હોય તે આ મહિને 70-80 હજારનું કામ કરશે. આ ઉપરાંત તેને આ કામ પર વધારાનું 10 ટકા બોનસ પણ મળશે. એટલે કે આ વખતે રત્ન કલાકારોની દિવાળી સુધરી જવાની છે.




