Sports

રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર? વૈભવની વન-ડેમાં થશે એન્ટ્રી! દિગ્ગજે કરી માંગ

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના 151 રન બાદ, પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે તેને તાત્કાલિક વન-ડે ટીમમાં સામેલ કરવાની માંગ કરી છે. વર્લ્ડકપ-2027 માટે બેટિંગ લાઇન-અપમાં ફેરફાર સૂચવતા, તેમણે રોહિત શર્મા અને વૈભવને ઓપનિંગમાં, જ્યારે વિરાટ કોહલીને ત્રીજા અને શુભમન ગિલને ચોથા સ્થાને મોકલવાનું સૂચન કર્યું. આનાથી ભારતનો બેટિંગ ઓર્ડર મજબૂત બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર? વૈભવની વન-ડેમાં થશે એન્ટ્રી! દિગ્ગજે કરી માંગ

Farokh Engineer On Vaibhav Suryavanshi : ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચોની T20 સીરીઝમાં ધમાકેદાર જીત મેળવી છે. આ જીતનો સૌથી મોટો હિરો વૈભવ સૂર્યવંશી છે. તેણે ત્રણેય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને આ માટે તેને પ્લેયર ઑફ ધ સીરીઝ પુરસ્કાર એનાયત કરાયો છે. ટી20માં વૈભવની વિસ્ફોટક બેટિંગ જોયા બાદ હવે તેને વન-ડે ટીમમાં સામેલ કરવાની માંગ શરૂ થઈ ગઈ છે.

વૈભવને વન-ડેમાં સામેલ કરો : પૂર્વ ખેલાડીની માંગ

વૈભવે ઝિમ્બાબ્વે સામેની 3 મેચમાં કુલ 151 રન બનાવીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નામના મેળવી લીધી છે, ત્યારે ભારતના પૂર્વ વિકેટકીપર-બેટર ફારૂખ એન્જિનિયરે વર્લ્ડકપ-2027ની તૈયારી માટે વૈભવને તાત્કાલિક ભારતીય વન-ડે ટીમમાં સામેલ કરવાની માંગ કરી છે.

બેટિંગ લાઈન-અપમાં મોટો ફેરફાર કરવો : ફારૂખ એન્જિનિયર

પીટીઆઈ સાથેની વાતચીતમાં ફારૂખ એન્જિનિયરે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ બેટિંગ લાઈન-અપમાં મોટો ફેરફાર કરવો જોઈએ. વન-ડેમાં ડાબોડી અને જમણેરી બેટરોની પસંદગી કરવાથી ફાયદો થાય છે. વૈભવમાં પાવરપ્લે દરમિયાન મોટા શૉટ્સ રમવાની અને ગેપ શોધી કાઢવાની કળા છે.

Farokh Engineer-.jpg

‘ગિલ શ્રેષ્ઠ બેટર, 4 નંબર પર મોકલો’

ફારૂખે એવું પણ કહ્યું કે, શુભમન ગિલને ઓપનિંગમાંથી હટાવી દેવો જોઈએ અને તેને મિડલ ઓર્ડરમાં મોકલવો જોઈએ, કારણ કે તે હાલમાં સૌથી શ્રેષ્ઠ બેટર છે. જો તેને મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવશે તો સ્કોર બનાવવામાં મજબૂતી મળી શકે છે, તેથી ગિલને ચોથા નંબર પર મોકલવો જોઈએ.

વન-ડેમાં ટોપ-4માં કોને મોકલવા જોઈએ?

વન-ડે મેચમાં ભારતીય ટીમ તરફથી ટોપ-4માં કોને મોકલવા જોઈએ, તેવું પૂછવામાં આવતા પૂર્વ ખેલાડીએ કહ્યું કે, ઓપનિંગમાં રોહિત શર્મા અને વૈભવ સૂર્યવંશીને મોકલવા જોઈએ. ત્રીજા નંબર પર વિરાટ કોહલીને અને ચોથા નંબરે શુભમન ગિલને મોકલવા જોઈએ. આમ કરવાથી ભારતને વિશ્વનો સૌથી મજબૂત બેટિંગ ઓર્ડર મળશે.