Sports

અજિત અગરકરની થશે હકાલપટ્ટી? BCCIની બેઠક પર સૌની નજર, રોહિત વિવાદ નડ્યો!

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરના ભવિષ્ય અંગે BCCI ટૂંક સમયમાં નિર્ણય લેશે. સપ્ટેમ્બર 2026માં તેમનો કાર્યકાળ પૂરો થાય છે. રોહિત શર્માના મુદ્દે મતભેદ છતાં, 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બોર્ડ તેમને એક્સ્ટેન્શન આપી શકે છે. અગરકરના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આગામી બેઠકમાં અંતિમ નિર્ણય થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અજિત અગરકરની થશે હકાલપટ્ટી? BCCIની બેઠક પર સૌની નજર, રોહિત વિવાદ નડ્યો!

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરના ભવિષ્યને લઈને ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. અગરકરનો વર્તમાન કાર્યકાળ સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. આ જ કારણસર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ટૂંક સમયમાં તેમની સાથે એક ખાસ બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકમાં તેમના આગળના કાર્યકાળને લઈને આખરી નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ હાલમાં અગરકરને એક્સ્ટેન્શન આપવાના પક્ષમાં નજરે પડી રહ્યું છે, પરંતુ આખરી નિર્ણય બંને પક્ષો વચ્ચેની વાતચીત બાદ લેવાશે.

રોહિત શર્માના મુદ્દે મતભેદ બાદ સ્થિતિની સમીક્ષા

અગરકરનો કાર્યકાળ છેલ્લા કેટલાક સમયથી સમીક્ષા હેઠળ રહ્યો છે. ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને વન-ડે ફોર્મેટથી દૂર રાખવાની બાબતે BCCI અને સિલેક્શન કમિટી વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. આ મુદ્દાને કારણે અગરકરની સ્થિતિ પર સવાલો ઊભા થયા હતા. જોકે, બોર્ડ હાલમાં તેમને પદ પરથી હટાવવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. 2027ના વન-ડે વર્લ્ડ કપમાં હવે આશરે 1 વર્ષ જેટલો જ સમય બાકી છે, તેથી ટીમની પસંદગીમાં સાતત્ય અને સ્થિરતા જાળવી રાખવા માટે અગરકરને જવાબદારી ચાલુ રાખવા કહેવામાં આવી શકે છે.

અગરકરના કાર્યકાળમાં ભારતીય ક્રિકેટમાં પરિવર્તનની શરૂઆત

અજીત અગરકર 2023માં ચીફ સિલેક્ટર બન્યા હતા અને ગયા વર્ષે બોર્ડે તેમનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટમાં એક મોટી પેઢીગત ફેરબદલ જોવા મળી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોએ T20Iમાંથી નિવૃત્તિ લીધી, જ્યારે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ કેટલાક દિગ્ગજ ખેલાડીઓ દૂર થયા. T20Iમાં સુકાનીપદ સૂર્યકુમાર યાદવ અને ત્યારબાદ શ્રેયસ અય્યરને સોંપવામાં આવ્યું, જ્યારે વન-ડે અને ટેસ્ટમાં શુભમન ગિલને ભવિષ્યના કૅપ્ટન તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.

2027 વર્લ્ડ કપ પહેલાં સ્થિરતા લાવવાનો પ્રયાસ

અગરકરના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, જ્યારે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. અગરકરના આ સફળ રૅકોર્ડને ધ્યાનમાં રાખીને બોર્ડ તેમને 2027 વન-ડે વર્લ્ડ કપ સુધી સિલેક્શન પ્રોસેસનો હિસ્સો બનાવી રાખવા વિચારી રહ્યું છે. આગામી બેઠકમાં અગરકર પોતે આગળ કામ કરવા તૈયાર છે કે નહીં તે પણ એક મહત્ત્વપૂર્ણ પાસું રહેશે.