Sports

2 દિવસ પહેલા ડેબ્યૂ કરીને IPL હરાજીમાં કરોડોમાં વેચાયો આ ભારતીય ખેલાડી, જાણો તેના વિશે

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
ક્રિકેટના મેદાનમાં ક્યારે કોનું નસીબ ચમકી જાય તે કહેવું મુશ્કેલ છે. આવું જ કંઈક મધ્યપ્રદેશના 23 વર્ષીય લેફ્ટ આર્મ પેસ ઓલરાઉન્ડર મંગેશ યાદવ સાથે થયું છે. 14 ડિસેમ્બરે ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મંગેશ યાદવ માત્ર બે જ દિવસમાં કરોડપતિ બની ગયો છે. IPL 2026ના ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)એ તેની બેઝ પ્રાઈઝથી સાડા 17 ગણી વધુ કિંમત ચૂકવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2 દિવસ પહેલા ડેબ્યૂ કરીને IPL હરાજીમાં કરોડોમાં વેચાયો આ ભારતીય ખેલાડી, જાણો તેના વિશે
(IMAGE -  instagram/mangeshyadav_)

Mangesh Yadav: ક્રિકેટના મેદાનમાં ક્યારે કોનું નસીબ ચમકી જાય તે કહેવું મુશ્કેલ છે. આવું જ કંઈક મધ્યપ્રદેશના 23 વર્ષીય લેફ્ટ આર્મ પેસ ઓલરાઉન્ડર મંગેશ યાદવ સાથે થયું છે. 14 ડિસેમ્બરે ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મંગેશ યાદવ માત્ર બે જ દિવસમાં કરોડપતિ બની ગયો છે. IPL 2026ના ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)એ તેની બેઝ પ્રાઈઝથી સાડા 17 ગણી વધુ કિંમત ચૂકવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

બેઝ પ્રાઈઝ 30 લાખ, વેચાયો 5.20 કરોડમાં!

મંગેશ યાદવની બેઝ પ્રાઈઝ માત્ર 30 લાખ રૂપિયા હતી. ઓક્શન દરમિયાન તેના માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને RCB વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. અંતે, વિરાટ કોહલીની ટીમ RCBએ 5.20 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરને ખરીદી લીધો હતો.

ડેબ્યૂના કલાકોમાં જ નસીબ પલટાયું

મંગેશ યાદવે 14 ડિસેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે પોતાનું પ્રોફેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે બેટિંગમાં માત્ર 12 બોલમાં 28 રન ફટકાર્યા હતા અને બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. જે દિવસે આઈપીએલનું ઓક્શન હતું, તે જ દિવસે તે ઝારખંડ સામે મેદાનમાં ઉતર્યો હતો. જોકે તે મેચમાં તેનું પ્રદર્શન ખાસ નહોતું, પરંતુ RCBના સ્કાઉટ્સની નજર તેના પાછલા રેકોર્ડ્સ પર હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના ગ્રીનને રૂ 25.20 કરોડનો જેકપોટ

શા માટે RCBએ આટલા પૈસા ખર્ચ્યા?

મંગેશ યાદવના પ્રોફેશનલ ડેબ્યૂના આંકડા ભલે સામાન્ય જણાય, પરંતુ અંડર-23 ક્રિકેટમાં તેનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે, જેણે આઈપીએલ સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે અંડર-23 સ્તરે રમાયેલી 8 મેચમાં 6થી પણ ઓછા ઈકોનોમી રેટ સાથે 18 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત, MPT20 લીગમાં ગ્વાલિયરની ટીમ તરફથી રમતા માત્ર 6 મેચમાં 14 વિકેટ લીધી છે. તેની ધારદાર પેસ બોલિંગ અને અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરવાની અસાધારણ ક્ષમતાને કારણે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ તેના પર કરોડો રૂપિયાનો દાવ ખેલ્યો છે.

કોણ છે મંગેશ યાદવ?

મંગેશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના મૌ(Mau)નો વતની છે, પરંતુ તે  ડોમેસ્ટિક ક્રિકેટ મધ્યપ્રદેશ માટે રમે છે. એક સમયે મંગેશે વિચાર્યું પણ નહીં હોય કે તેને કોઈ ટીમ ખરીદશે, પરંતુ આજે તે આઈપીએલનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડીઓમાંથી એક બની ગયો છે. હવે તે આગામી સીઝનમાં વિરાટ કોહલી અને આરસીબીના સ્ટાર ખેલાડીઓ સાથે રમતો જોવા મળશે.