Sports

IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂકેલા માનવ સુથારનું ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ, કુલદીપે કેપ પહેરાવી

By GS Team
6 Jun 20263 mins read
TukuTouch Logo
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુરના મહારાજા યાદવિંદ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે એક મોટો નિર્ણય લેતા યુવા લેફ્ટી સ્પિનર માનવ સુથારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. આ મેચ દ્વારા માનવ સુથાર ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર 319મો ખેલાડી બન્યો છે. મેચ શરૂ થતાં પહેલાં સીનિયર સ્પિનર કુલદીપ યાદવે તેને પ્રતિષ્ઠિત ટેસ્ટ કેપ અર્પણ કરી હતી. બીજી તરફ અફઘાનિસ્તાન ટીમે પણ પોતાના મિસ્ટ્રી સ્પિનર નાંગેયાલિયા ખારોટીને ટેસ્ટ ડેબ્યૂની તક આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂકેલા માનવ સુથારનું ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ,  કુલદીપે કેપ પહેરાવી

Who is Manav Suthar?:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુરના મહારાજા યાદવિંદ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે એક મોટો નિર્ણય લેતા યુવા લેફ્ટી સ્પિનર માનવ સુથારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. આ મેચ દ્વારા માનવ સુથાર ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર 319મો ખેલાડી બન્યો છે. મેચ શરૂ થતાં પહેલાં સીનિયર સ્પિનર કુલદીપ યાદવે તેને પ્રતિષ્ઠિત ટેસ્ટ કેપ અર્પણ કરી હતી. બીજી તરફ અફઘાનિસ્તાન ટીમે પણ પોતાના મિસ્ટ્રી સ્પિનર નાંગેયાલિયા ખારોટીને ટેસ્ટ ડેબ્યૂની તક આપી છે.

કોણ છે માનવ સુથાર?

23 વર્ષીય યુવા ઓલરાઉન્ડર માનવ સુથાર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે. માનવ પોતાની ચતુર લેફ્ટ સ્પિન બોલિંગ ઉપરાંત નીચલા ક્રમે આવીને ટીમ માટે ઉપયોગી બેટિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શનના જોરે તેણે ખૂબ જ ટૂંકા સમયમાં પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

રણજી ટ્રોફીમાં મચાવ્યો હતો તરખાટ

માનવ સુથારની ખરી પ્રતિભા રણજી ટ્રોફી દરમિયાન બહાર આવી હતી

રણજી ટ્રોફી 2022-23: આ સીઝનમાં તેણે પોતાની બોલિંગથી ધમાકો કરતા કુલ 39 વિકેટ ઝડપી હતી અને ઘરેલુ ક્રિકેટમાં હેડલાઇન્સ મેળવી હતી.

રણજી ટ્રોફી 2025-26: તાજેતરની આ સીઝનમાં પણ તેનું ફોર્મ અદભુત રહ્યું હતું, જ્યાં તેણે માત્ર 3 મેચની 5 ઇનિંગ્સમાં જ 18 વિકેટ ખેરવી નાખી હતી. આ જ પ્રદર્શને તેના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા ખોલી દીધા છે.

આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સનો ભરોસો

ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમત બાદ વર્ષ 2024માં ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યા બાદ ફ્રેન્ચાઇઝીનો તેના પર ભરોસો સતત વધતો ગયો છે:

IPL 2024: ગુજરાત ટાઇટન્સે તેને ₹20 લાખની બેઝ પ્રાઇસ પર ખરીદ્યા હતા અને તેણે પોતાનું આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું.

IPL 2025: ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર ₹30 લાખ ચૂકવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

IPL 2026: આ સીઝનમાં પણ ટીમે તેને પોતાની બેઝ પ્રાઇસ પર જ રિટેન રાખ્યો હતો. 2024થી 2026 વચ્ચે તેણે કુલ 5 આઈપીએલ મેચો રમી છે.

માનવ સુથારની ક્રિકેટ કારકિર્દીના આંકડા:

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ: તેમણે કુલ 29 મેચ રમીને 129 વિકેટ ઝડપી છે, જેમાં 8/33 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

લિસ્ટ-A ક્રિકેટ: 25 મેચોના અનુભવ સાથે તેણે અત્યાર સુધીમાં કુલ 34 વિકેટ પોતાના નામે કરી છે.

ઘરેલુ T20 ક્રિકેટ: T20 ફોર્મેટની 29 મેચોમાં તેણે શાનદાર બોલિંગ કરીને 25 વિકેટ મેળવી છે.

આઈપીએલ: અત્યાર સુધી રમેલી 5 મેચોમાં તેણે કુલ 2 વિકેટ ઝડપી છે.

બંને દેશોની પ્લેઇંગ ઇલેવન:

ભારત: કે.એલ. રાહુલ, યશસ્વી જયસવાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચો: 2 વર્ષ બાદ વાપસી કરતા જ ઇંગ્લેન્ડના બોલરનો તરખાટ! એક જ ઓવરમાં ટેસ્ટ મેચની બાજી પલટી નાંખી

અફઘાનિસ્તાન: સેદીકુલ્લાહ અટલ, રહમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસર જઝાઈ (વિકેટકીપર), અજમતુલ્લાહ ઓમરઝાઈ, શરીફુદ્દીન અશરફ, નાંગેયાલિયા ખારોટી, જિયાઉર રહમાન શરીફી, મોહમ્મદ સલીમ સફી.