Sports

T20 વર્લ્ડકપની ટીમમાં મોટું સરપ્રાઈઝ! બે ખેલાડીઓના નામ પર ફસાયો હતો પેચ, પછી બંનેએ મારી બાજી

By GS TEAM
20 Dec 20251 min read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની સિનિયર સિલેક્શન કમિટીએ આજે શનિવારે(20 ડિસેમ્બર) ફેબ્રુઆરીમાં શરૂ થનારી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારતીય ટીમની જાહેરાત કરી છે. અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પેનલે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને મેચ ફિનિશર રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવાની અટકળો વચ્ચે આખરે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ફેવરિટ ગણાતા સુંદર અને રિંકુ બંનેએ બાજી મારીને ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડકપની ટીમમાં મોટું સરપ્રાઈઝ! બે ખેલાડીઓના નામ પર ફસાયો હતો પેચ, પછી બંનેએ મારી બાજી

India T20 World Cup 2026 Squad : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની સિનિયર સિલેક્શન કમિટીએ આજે શનિવારે(20 ડિસેમ્બર) ફેબ્રુઆરીમાં શરૂ થનારી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારતીય ટીમની જાહેરાત કરી છે. અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પેનલે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને મેચ ફિનિશર રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવાની અટકળો વચ્ચે આખરે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ફેવરિટ ગણાતા સુંદર અને રિંકુ બંનેએ બાજી મારીને ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. 

T20 વર્લ્ડકપની ટીમની પસંદગી માટે રિંકુ અને સુંદરને લઈને સિલેક્ટર્સ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. કારણ કે સાઉથ આફ્રિકા સામે  T20 ઈન્ટરનેશનલ સીરિઝ પહેલાથી તેમને બહાર કરવામાં આવ્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરને તેની ઓલરાઉન્ડર ક્ષમતાને કારણે પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ સાથે ગંભીરના ફેવરેટ હોવાથી તેમને સતત મોકો મળી રહ્યો હતો. બીજી તરફ, રિંકુ સિંહે પણ ક્રિકેટમાં સારુ એવું પ્રદર્શન કર્યું હતું. આમ લાંબી વિચારણા બાદ બંનેને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2026 માંથી શુભમન ગિલનું પત્તું કેમ કપાયું? 3 એવા ખેલાડી જેમને ન મળી તક

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને ઈશાન કિશન.