Sports

રાજસ્થાનની ટીમના બે ખેલાડીઓ સાથે કમનસીબ ઘટના, બંને એક સરખા રને આઉટ, બેવડી સદી પણ ચુક્યા

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
રણજી ટ્રોફી 2026માં રાજસ્થાન અને રેલવે વચ્ચેની મેચમાં અનોખી ઘટના બની. રાજસ્થાનના બે બેટ્સમેન, સચિન યાદવ અને કરણ લામ્બા, બંને 194 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા. પોતાની બેવડી સદીથી માત્ર થોડા જ રન દૂર રહી જતાં બંને ખેલાડીઓએ ક્રિકેટ ઇતિહાસમાં એક દુર્લભ સંયોગ સર્જ્યો. રાજસ્થાને 497 રન બનાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનની ટીમના બે ખેલાડીઓ સાથે કમનસીબ ઘટના, બંને એક સરખા રને આઉટ, બેવડી સદી પણ ચુક્યા

Ranji Trophy 2026 : રણજી ટ્રોફી 2026માં રાજસ્થાન અને રેલવે વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન રાજસ્થાનની ટીમના બે ખેલાડી સાથે અત્યંત કમનસીબ ઘટના બની છે. પ્રથમ ઈનિંગ્સમાં વિશાળ સ્કોર બનાવવા છતાં રાજસ્થાનના બે બેટ્સમેનો સાથે એક અનોખી ‘ટ્રેજેડી’ સર્જાઈ હતી.

એક સરખા રને બે બેટ્સમેનો આઉટ

રાજસ્થાનના બેટ્સમેન સચિન યાદવ અને કરણ લામ્બા બંને પોતાની બેવડી સદીથી માત્ર થોડા જ રન દૂર હતા ત્યારે આઉટ થઈ ગયા હતા. કમનસીબીની વાત એ છે કે, બંને ખેલાડીઓ 194 રનના એક સરખા જ વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા હતા અને પોતાની ડબલ સેન્ચુરી ચૂકી ગયા હતા.

  • સચિન યાદવ: 358 બોલમાં 22 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 194 રન બનાવી રાજ ચૌધરીની ઓવરમાં આઉટ થયો હતો.
  • કરણ લામ્બા: 284 બોલમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 194 રન બનાવી કુણાલ યાદવની ઓવરમાં આઉટ થયો હતો.

એક જ ઇનિંગ્સમાં બે બેટ્સમેનો 194 રન બનાવીને આઉટ થાય તેવી ઘટના ક્રિકેટના ઈતિહાસમાં ખૂબ જ દુર્લભ જોવા મળે છે.

રાજસ્થાનનો 497 રનનો ઓલઆઉટ સ્કોર

આ બંને બેટ્સમેનોની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી રાજસ્થાને પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 497 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. રેલવે તરફથી આદર્શ સિંહ (3 વિકેટ), કુણાલ યાદવ (3 વિકેટ) અને રાજ ચૌધરી (3 વિકેટ) સફળ બોલરો રહ્યા હતા.

બીજા દિવસના અંતે રેલવેનો સ્કોર 46/1

જવાબમાં પ્રથમ ઇનિંગ્સ બેટિંગ કરવા ઉતરેલી રેલવેની ટીમે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 24 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી મોહિત ચાંગરાને 1 વિકેટ મળી છે. રેલવે હજુ પણ રાજસ્થાનના સ્કોરથી 451 રન પાછળ છે.