ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલા વિચારવું પડશે : માર્કો રુબિયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું કે ભારત અમેરિકાનો મહત્વપૂર્ણ સહયોગી દેશ છે. તેના પર ટેરિફ લગાવતા પહેલા અમેરિકાએ વિચારવું પડશે. આ સપ્તાહમાં જ અમેરિકાના વિદેશમંત્રી ભારતની મુલાકાત માટે આવી રહ્યા છે જે પહેલા તેમણે આ નિવેદન આપ્યું હતું અને ભારતના વખાણ કર્યા હતા.
અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા પાંચ સૌથી મોટા દેશોના અમેરિકા આવતા સામાન પર ૧૦૦ ટકા ટેરિફ નાખવા એક કાયદો પસાર કર્યો હતો. આ પાંચ મોટા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે બાદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ પુરતા આ નિર્ણયને ટાળી દીધો હતો. એવા સમયે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો દ્વારા ભારતના વખાણ કરવામાં આવ્યા છે તેથી સ્પષ્ટ છે કે ભારત મુદ્દે અમેરિકા હાલ નરમ પડયું છે.
માર્કો રૂબિયોએ કહ્યું હતંુ કે ભારત પર કોઇ પણ પ્રકારના ટેરિફ નાખતા તે પ્રતિબંધો લગાવતા પહેલા વિશ્વભરમાં આવા નિર્ણયોની જે અસરો થશે તેને પણ ધ્યાનમાં લેવી પડશે. ભારતની પરિસ્થિતિ અંગે વાત કરતા અમેરિકન વિદેશમંત્રીએ કહ્યું હતું કે ભારત માટે રાતોરાત રશિયન ઓઇલથી દૂર થવું હાલ મુશ્કેલ છે. અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ કેમ ના નાખ્યો તેવા સવાલના જવાબમાં અમેરિકાના વિદેશમંત્રીે આ નિવેદન આપ્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત અમેરિકાનો એક મહત્વપૂર્ણ સહયોગી દેશ છે. કોઇ પણ પ્રકારના ટેરિફ નાખતા પહેલા ભારતની જે ઉર્જા કે ફ્યુઅલની જરૂરિયાતો છે તેને પણ ધ્યાનમાં લેવી પડશે. નોંધનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી રૂબિયો વચ્ચે ૨૦મી તારીખે બેઠક યોજાવાની શક્યતાઓ છે.




