Sports

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર, લિસ્ટ જોઈને ચોંકી જશો

By GS Team
3 Feb 20262 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડ કપ 2026ની જાહેરાત થયા બાદ હવે થોડા દિવસો બાકી છે. આમ, 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ રમશે. જેમાં બેટર અને બોલર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ પહેલા T20 વર્લ્ડ કપ નજર નાખીએ તો સૌથી વધુ વિકેટ લેનાર બોલરની લિસ્ટમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડી સામેલ છે. પરંતુ ટોપ-5માં એક પણ ઈન્ડિયન બોલરનું નામ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર, લિસ્ટ જોઈને ચોંકી જશો

Top 5 Bowlers in T20 World Cup History: T20 વર્લ્ડ કપ 2026ની જાહેરાત થયા બાદ હવે થોડા દિવસો બાકી છે. આમ, 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ રમશે. જેમાં બેટર અને બોલર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ પહેલા T20 વર્લ્ડ કપ નજર નાખીએ તો સૌથી વધુ વિકેટ લેનાર બોલરની લિસ્ટમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડી સામેલ છે. પરંતુ ટોપ-5માં એક પણ ઈન્ડિયન બોલરનું નામ નથી. 

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)

ICC T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનના નામે છે. શાકિબે 2007થી 2024 સુધી 43 મેચમાં 6.86ની ઈકોનોમી રેટથી 50 વિકેટ લીધી છે. જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 4 વિકેટ પર 9 રનનો રહ્યો છે. જોકે, તે T20 વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનાર પહેલો અને એકમાત્ર બોલર છે.

શાહિદ અફરીદી (પાકિસ્તાન)

પાકિસ્તાનના બોલર શાહિદ અફરીદી આ લિસ્ટમાં બીજા સ્થાને છે. અફરીદીએ 2007થી 2016 વચ્ચે 34 મેચમાં 6.71ની શાનદાર ઈકોનોમીમાં 39 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટનું રહ્યું છે.

આ પણ વાંચો: અભિષેક શર્મા બનશે T20 વર્લ્ડ કપનો અસલી 'કિંગ'? રિકી પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી!

લસિત મલિંગા (શ્રીલંકા) 

શ્રીલંકાના બોલર લસિત મલિંગાએ 2007થી 2014 વચ્ચે 31 T20 વર્લ્ડ કપ મેચ રમી છે અને 38 વિકેટ લીધી છે. જેમાં તેનું સૌથી બેસ્ટ પ્રદર્શન 31 રનમાં 5 વિકેટ છે.

વનિંદુ હસરંગા (શ્રીલંકા) 

આ લિસ્ટમાં ચોથા સ્થાને શ્રીલંકાના ઓલરાઉન્ડર વનિંદુ હસરંગા છે. હસરંગાએ 2021થી 2024 વચ્ચે માત્ર 19 મેચમાં 37 વિકેટ મેળવી છે. આ દરમિયાન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 8 રન આપીને 3 વિકેટ રહ્યું છે. 

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના તોફાની બોલરની વાપસી, T20 વર્લ્ડ કપ પહેલા મેદાનમાં મચાવ્યો તરખાટ

રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

આ લિસ્ટમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન પાંચમા નંબરે છે. તેણે 2016 થી 2024 દરમિયાન 23 મેચમાં 37 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 9 રન આપીને 4 વિકેટનું હતું. આ વખતે અફઘાનિસ્તાન રાશિદની કેપ્ટનશીપ હેઠળ વર્લ્ડ કપમાં ઉતરશે.