Mayank Yadav Comeback Match India-A vs USA 2026 : ટીમ ઈન્ડિયાના યુવા તોફાની બોલર મયંક યાદવે લાંબા સમય પછી વાપસી કરી છે. મયંક યાદવ ઈન્ડિયા-એ માટે અમેરિકા સામે T20 વર્લ્ડ કપ 2026 વોર્મ-અપ મેચ રમશે. IPL 2024માં સતત 150KMPHની સ્પીડમાં બોલિંગ કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર મયંક છેલ્લા 9 મહિનાથી એક્શનથી દૂર હતો. જોકે, હવે 23 વર્ષના બોલરે IPL 2026 માટે હુંકાર લગાવી મેદાનમાં વાપસી કરી છે. મયંક IPL 2026માં લખનઉં સુપર જાયન્ટ્સ માટે રમતો જોવા મળશે.
કમબેક મેચમાં કેવું રહ્યું પ્રદર્શન?
મયંક યાદવે અમેરિકા સામે ધમાકેદાર ગતિએ બોલિંગ કરી, પરંતુ અસરકારક સાબિત ન થઈ. મયંક ટીમનો ચોથો સૌથી મોંઘો બોલર હતો. મયંકે 12.30ની ઇકોનોમી રેટથી રન આપ્યા. મયંકે ત્રણ ઓવરમાં 37 રન આપ્યા. નોંધપાત્ર વાત એ છે કે, તે યુએસએના કોઈપણ બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેમાં ઈન્ડિયા-એ કેપ્ટન આયુષ બડોની આ મેચમાં સૌથી મોંઘો રહ્યો, તેણે એક જ ઓવરમાં 23 રન આપ્યા હતા. મયંક યાદવ આગામી 6 ફેબ્રુઆરીએ ઈન્ડિયા-એ જર્સીમાં જોવા મળશે, જ્યારે ટીમ નામિબિયા સામે વોર્મ-અપ મેચમાં રમશે.
IPL 2025માં મયંક યાદવે પંજાબ કિંગ્સ અને લખનઉં સુપર જાયન્ટ્સમાં બોલિંગક કરી હતી. તેને ચાર ઓવરમાં 15ની ખરાબ ઈકોનોમીથી 60 રન આપ્યા હતા. ત્યારબાદ, ઈજાને કારણે તે બહાર થયો હતો. મયંક યાદવે ટીમ ઈન્ડિયા માટે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે ચાર વિકેટ લીધી છે.
આ પણ વાંચો: અભિષેક શર્મા બનશે T20 વર્લ્ડ કપનો અસલી 'કિંગ'? રિકી પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી!
ઈજાના કારણે કરિયર પર અસર
ઈજાના કારણે મયંક યાદવના કરિયર પર તેની અસર પડી છે. તેણે 2022માં IPLમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે લખનઉં સુપર જાયન્ટ્સે તેને ₹20 લાખના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. બે સિઝન પછી 2024માં મયંકને ડેબ્યૂ મળ્યું. મયંકે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. જેનાથી તે લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલરોમાંનો એક બન્યો હતો. મયંક હવે આગામી IPL સિઝનમાં મજબૂત વાપસી પર નજર છે. તે લખનઉં સુપર જાયન્ટ્સ માટે રમશે. અત્યાર સુધી મયંકે 6 IPL મેચમાં 9 વિકેટ લીધી છે.


