World

એઆઈ બૂમ : ચેટજીપીટીની કંપનીનું વેલ્યુએશન 1.2 ટ્રિલિયન ડોલર

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં, ChatGPT બનાવનાર OpenAIનું મૂલ્યાંકન ફંડિંગ રાઉન્ડ પહેલા 1.2 ટ્રિલિયન ડોલર પહોંચ્યું છે. માર્ચ 2026માં 852 અબજનું મૂલ્યાંકન હતું, જે હવે 348 અબજ ડોલરના ઉછાળા સાથે 41% વધ્યું છે. CEO સેમ ઓલ્ટમેન IPOની ચર્ચા વચ્ચે 2026માં પબ્લિક ન થવાની વાત કરી છે. AI સેક્ટરમાં હરીફ એન્થ્રોપિકનું મૂલ્યાંકન પણ 8 મહિનામાં 183 અબજથી 965 અબજ ડોલર થયું છે, જે AIના ઝડપી વિકાસનો સંકેત આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈ બૂમ : ચેટજીપીટીની કંપનીનું વેલ્યુએશન 1.2 ટ્રિલિયન ડોલર
  • માર્ચ ૨૦૨૬ બાદ ૩૪૮ અબજ ડોલરનો ઉછાળો
  • એન્થ્રોપિકનું મૂલ્યાંકન માત્ર આઠ જ મહિનામાં ૧૮૩ અબજ ડોલરથી વધીને ૯૬૫ અબજ ડોલર થયું છે

કેલિફોર્નિયા : ચેટજીપીટી બનાવનારી ઓપનએઆઈનું વેલ્યુએશન ફંડિગ રાઉન્ડ પહેલા ૧.૨ ટ્રિલિયન ડોલર પહોંચ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઓપનએઆઈ માટે થોડા જ મહિનામાં મોટો ફેરફાર થયો છે. માર્ચ ૨૦૨૬માં કંપનીએ ૧૨૨ અબજ ડોલરનું કેપિટલ મેળવ્યું હતું. જે બાદ કંપનીનું વેલ્યુએશન ૮૫૨ અબજ થયું હતું. નવું મૂલ્યાંકન ૩૪૮ અબજ ડોલર એટલે ૪૧ ટકાનો ઉછાળો દર્શાવે છે.
ઓપનએઆઈમાં નવા ફંડિંગની ચર્ચા સંભવિત આઈપીઓ સાથે જોડાયેલી છે. સીઈઓ સેમ ઓલ્ટમેને તાજેતરમાં જ જણાવ્યું હતું કે, ઓપનએઆઈ ૨૦૨૬માં પબ્લિક નહીં થાય. તેમણે એઆઈ સેફ્ટી અંગેની ચિંતાઓને પણ નિર્ણયના સંદર્ભમાં રજૂ કરી હતી. નવું પ્રાઈવેટ ફંડિગ મળતા જ કંપનીને વધુ મૂડી એકત્ર કરવાની સુવિધા મળી શકે છે. જે નવા ડેવલપમેન્ટ તરફ ઈશારો કરે છે.
ઓપનએઆઈ એકલી નથી. એઆઈ સેક્ટરની તેની હરીફ કંપની એન્થ્રોપિકનું વેલ્યુએશન આ વર્ષે ઝડપથી વધ્યું છે. માત્ર આઠ મહિનામાં એન્થ્રોપિકનું વેલ્યુએશન ૧૮૩ અબજ ડોલરથી વધીને ૯૬૫ અબજ ડોલર પહોંચ્યું છે. જે ૪૨૭ ટકાનો ઉછાળો છે. આ મૂલ્યાંકનના આંકડા દર્શાવે છે કે, ભલે ટેક કંપનીઓ એઆઈ ડેવલપમેન્ટની ગતિ ધીમી પાડવાની વાત કરતી હોય પરંતુ, હવે એઆઈ જીવનનો ભાગ બની ગયું છે.