51 વર્ષની વયે રચ્યો ઇતિહાસ, 5 વિકેટ ઝડપી 94 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

51 Year-Old Joan Hicks Creates History: ઉંમર માત્ર એક આંકડો છે તે વાત 51 વર્ષીય જોઆન હિક્સે ફરી એકવાર સાબિત કરી બતાવી છે. આઇલ ઓફ મેન (Isle of Man) દેશની મહિલા ક્રિકેટર જોઆન હિક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપીને 92 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો છે. પુરુષ અને મહિલા બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વિકેટ લેનાર તે વિશ્વની સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે.
94 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આઇલ ઓફ મેન અને ગ્રીસ વચ્ચે રમાયેલી મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જોઆન હિક્સે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પુરુષ સ્પિનર બર્ટ આયર્નમોંગરનો રેકોર્ડ તોડ્યો હતો. બર્ટ આયર્નમોંગરે વર્ષ 1932માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 49 વર્ષ અને 314 દિવસની વયે 5 વિકેટ ઝડપીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ મેચમાં જમણા હાથની ઓફ-સ્પિનર જોઆન હિક્સે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે ગ્રીસની ટીમ 15 ઓવરમાં માત્ર 52 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ આઇલ ઓફ મેનની ટીમે માત્ર 6 ઓવરમાં 53 રનનો ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.
47 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું
47 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર જોઆન હિક્સનો મહિલા T20I ક્રિકેટમાં આ ત્રીજો 5-વિકેટ હોલ હતો અને 50 વર્ષની વય વટાવ્યા બાદ આ પહેલીવાર બન્યું છે. તેણે આઇલ ઓફ મેન માટે અત્યાર સુધી 29 T20I મેચ રમી છે, જેમાં 4.12ના શાનદાર ઇકોનોમી રેટથી 36 વિકેટ ઝડપી છે.




