Sports

'ભારતમાં પિચ સરળ અને બાઉન્ડ્રી પણ નાની હતી..' ધૂરંધર બોલર જોફ્રા આર્ચરે IPLની પોલ ખોલી

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે IPLની પોલ ખોલી છે. તેણે કહ્યું કે ભારતમાં IPL દરમિયાન સરળ વિકેટ પર રમ્યા બાદ ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં બોલિંગ કરવી એ મારા માટે સામાન્ય સ્થિતિમાં વાપસી કરવા જેવું છે. ભારત સામેની T20 મેચમાં આર્ચરે 29 રન આપીને 3 વિકેટ ઝડપી, જેના કારણે ભારતીય ટીમ 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આર્ચરે ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ આઉટ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારતમાં પિચ સરળ અને બાઉન્ડ્રી પણ નાની હતી..' ધૂરંધર બોલર જોફ્રા આર્ચરે IPLની પોલ ખોલી

Jofra Archer: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોલ ખોલી દીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ T20 વર્લ્ડ કપ અને IPL ઘર આંગણે રમ્યા બાદ પહેલી વાર T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છે અને આયરલેન્ડ બાદ ઈંગ્લેન્ડમાં સંઘર્ષ કરી રહ્યા છે. બીજી તરફ જોફ્રા આર્ચરે ઈંગ્લેન્ડની પોતાની પરિસ્થિતિઓમાં વધુ કમાલની બોલિંગ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં તેનું માનવું છે કે, ભારતમાં IPL દરમિયાન સરળ વિકેટ પર રમ્યા બાદ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં બોલિંગ કરવી એ મારા માટે સામાન્ય સ્થિતિમાં વાપસી કરવા જેવું છે.

ભારત સામેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આર્શરે 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે તેના સાથી ફાસ્ટ બોલર જોશ ટંગે 38 રન આપીને 4 વિકેટ ખેરવી હતી. તેના આ શાનદાર પ્રદર્શનથી 202 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અહીં મારા માટે બધુ સામાન્ય છે: આર્ચર

IPLમાં ઘણા ભારતીય બેટ્સમેનોનો સામનો કર્યા બાદ, જ્યારે આર્ચરને પૂછવામાં આવ્યું કે, અહીં બોલિંગ કરતી વખતે તેમની યોજનાઓમાં કેટલો બદલાવ આવ્યો? ત્યારે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેણે જણાવ્યું કે, 'મને લાગે છે કે અહીં બધું સામાન્ય થઈ ગયું છે. અહીં તમે સારી લેન્થ પર સીધી બોલિંગ કરવાનો પ્રયાસ કરો છો, જ્યારે ત્યાં (ભારતમાં), વિકેટ સરળ હોવાને કારણે અને બાઉન્ડ્રી નાની હોવાને કારણે ખૂબ સાવચેત રહેવું પડે છે.'

આર્ચરે કહ્યું કે, 'IPLમાં ક્યારેક 200 રન પણ સુરક્ષિત નથી હોતા, પરંતુ અહીં 200 રનનો ટાર્ગેટ હાંસલ કરવો આસાન નથી. મને ખુશી છે કે અમારા દરેક બોલરે સારું પ્રદર્શન કર્યું અને ટીમની જીતમાં યોગદાન આપ્યું.' ભારતીય બેટ્સમેનોને બ્રિટનની પરિસ્થિતિઓ વધુ પડકારરૂપ લાગી છે. ભારત આયરલેન્ડ સામે તમામ મેચ હારી ગયુ હતું અને ઈંગ્લેન્ડ સામે 5 મેચોની સીરિઝમાં પણ તે પાછળ ચાલી રહ્યું છે.

વૈભવ સૂર્યવંશી અંગે કહી આ વાત

ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સાથેની સ્પર્ધા અંગે આર્ચરે કહ્યું કે, 'મને લાગે છે કે અત્યાર સુધી મુકાબલો બરાબરી પર છે. હજી બે મેચ બાકી છે અને પરિણામ કંઈ પણ આવી શકે છે. જે પણ સારું પ્રદર્શન કરશે તે જીતશે.' ઉલ્લેખનીય છે કે, અગાઉની મેચમાં સૂર્યવંશીએ આર્ચરના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ આ મેચમાં આર્ચરે બાઉન્સર ફેંકીને આ ભારતીય બેટ્સમેનને આઉટ કર્યો હતો.