Sports

ટીમ ઇન્ડિયાનો નવો સિક્સર કિંગ: ઈંગ્લેન્ડમાં અભિષેક શર્માએ બનાવ્યા બે ઐતિહાસિક રેકોર્ડ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં 20 બોલમાં અડધી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. તેણે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી ઝડપી T20 ફિફ્ટીનો KL રાહુલનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 24 બોલમાં 59 રન બનાવનાર અભિષેકે 785 બોલમાં 100 સિક્સર પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઇન્ડિયાનો નવો સિક્સર કિંગ: ઈંગ્લેન્ડમાં અભિષેક શર્માએ બનાવ્યા બે ઐતિહાસિક રેકોર્ડ

Fastest Fifty in England: ભારતીય ક્રિકેટના યુવા ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ તોફાની ઇનિંગ્સ સાથે જ ઇંગ્લેન્ડની ધરતી પર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ હવે અભિષેકના નામે થઈ ગયો છે.

ઇંગ્લેન્ડ સામેની આ પ્રથમ મેચમાં અભિષેકે માત્ર 20 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. આ મુકાબલામાં તેણે કુલ 24 બોલ રમીને 59 રન બનાવ્યા હતા, પરંતુ આઉટ થતાં પહેલાં તે કે.એલ. રાહુલનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી ગયો હતો.

કે.એલ. રાહુલનો 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
અભિષેક શર્મા હવે ઇંગ્લેન્ડની ધરતી પર ભારત તરફથી સૌથી ઝડપી T20 અડધી સદી લગાવનાર બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલના નામે હતો, જેણે વર્ષ 2018માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે 27 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. અભિષેકે પોતાની આ વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

અભિષેક શર્મા માટે આ UK પ્રવાસ અત્યાર સુધી ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. આયરલેન્ડ સામેની પ્રથમ મેચમાં તેણે તોફાની અંદાજમાં 49 રન બનાવ્યા હતા, પરંતુ બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જોકે, ઇંગ્લેન્ડ સામે કમબેક કરીને તેણે પોતાની T20 આંતરરાષ્ટ્રીય કરિયરની 11મી અડધી સદી ફટકારી દીધી છે.

સૌથી ઝડપી 100 સિક્સર મારવાનો વર્લ્ડ રેકોર્ડ
આ જ મેચ દરમિયાન અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સર પૂરી કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. અભિષેકે માત્ર 785 બોલ રમીને સિક્સરની સેન્ચુરી પૂરી કરી છે. આ મામલે તેણે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન એવિન લુઈસનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 100 છગ્ગા પૂરા કરવા માટે 789 બોલ રમ્યા હતા.

ક્રમ
ખેલાડીનું નામ
100 સિક્સર માટે રમેલા બોલ
1
અભિષેક શર્મા (ભારત)
785
2
એવિન લુઈસ (વેસ્ટ ઇન્ડીઝ)
789
3
સૂર્યકુમાર યાદવ (ભારત)
1007

અભિષેક શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં 1000 કરતા ઓછા બોલ રમીને 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને સૂર્યકુમાર યાદવ છે, જેણે 1007 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.