Sports

ટીમ ઈન્ડિયાના બોલરોનો તરખાટ! પાંચમી વન ડેમાં ન્યૂઝીલેન્ડને 22 રને હરાવ્યું, સીરિઝ પર 3-1થી કબજો

By GS Team
15 Nov 20263 mins read
TukuTouch Logo
ભારતે ન્યુઝીલેન્ડને માઉન્ટ માઉંગાનુંઈમાં રમાયેલી વનડે શ્રેણીની અંતિમ મેચમાં 22 રને હરાવી સીરીઝ 3-1થી જીતી લીધી. ભારતે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ન્યુઝીલેન્ડ 187 રનમાં ઓલઆઉટ થયું. અક્ષર પટેલ અને ઈશાન કિશને 46-46 રન બનાવ્યા. 7 વર્ષ બાદ ભારતે ન્યુઝીલેન્ડમાં વનડે શ્રેણી જીતી ઇતિહાસ રચ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાના બોલરોનો તરખાટ! પાંચમી વન ડેમાં ન્યૂઝીલેન્ડને 22 રને હરાવ્યું, સીરિઝ પર 3-1થી કબજો
ફોટો સોર્સ: BCCI

India tour of New Zealand 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ માઉન્ટ માઉંગાનુંઈમાં રમાઈ, મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ટીમ ન્યૂઝીલેન્ડને 187 રનમાં જ ઓલઆઉટ કરી દેતા 22 રને ભારતની જીત થઈ, આ સાથે જ ભારતે 3-1થી સીરિઝ પર કબજો કરી લીધો છે. આ સિરીઝની શરૂઆતની 2 મેચ ભારતના નામે રહી હતી અને પછી ત્રીજો મુકાબલો વરસાદમાં ધોવાઈ ગયો હતો. પરંતુ ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર વાપસી કરી હતી અને મોટી જીત હાંસલ કરી હતી. ભારત 7 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં વન ડે સીરિઝ જીત્યું છે. આ પહેલા 2019માં 4-1થી સીરિઝ પર કબજો જમાવ્યો હતો.

  • IND: 209(42.1)
  • NZ: 187(48.1)

અર્શદીપે 3 વિકેટ ઝડપી, સિરાજ અને અક્ષરે 2-2 વિકેટ ચટકાવી

એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 82 રન હતો. એવું લાગતું હતું કે કીવી ટીમ આ મેચ સરળતાથી જીતી જશે અને સીરિઝ 2-2થી બરાબર થઈ જશે, પરંતુ ભારતીય બોલરોએ બાજી પલટી નાખી. કીવી ટીમ 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 22 રનથી પાંચમી વનડે જીતી. જેની સાથે જ પાંચ મેચોની સીરિઝ 3-1થી ટીમ ઈન્ડિયાના નામે રહી.

કીવી ટીમ પણ પોતાના ઘરે સાત વર્ષ પછી વનડે સીરિઝ હારી છે. ભારતની આ જીતના હીરો અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ રહ્યા. અર્શદીપે 3 અને સિરાજ-અક્ષરે 2-2 વિકેટ ઝડપી. અર્શદીપે એકલા જ ન્યૂઝીલેન્ડનો ટોપ ઓર્ડર ધરાશાયી કર્યો. તેમણે વિલ યંગ (22 રન), ક્રિશ્ચિયન (16 રન) અને નિક કેલી (24 રન)ને આઉટ કર્યા. જ્યારે સિરાજે ફિન એલન (01) અને ટીમ સીફર્ટ (14 રન)ને પવેલિયન મોકલ્યા. જ્યારે નબી,યશ ઠાકુર અને નમન ધીરે 1-1 વિકેટ ઝડપી.

ભારતીય ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ

ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કર્યા બાદ 42.1 ઓવરમાં 209 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ન્યૂઝીલેન્ડને જીત માટે 210 રન કરવા પડશે. ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ બેટિંગમાં ફ્લોપ રહ્યા. રોહિત અને કોહલીથી વધારે રન અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે બનાવ્યા. રોહિત 07 રન પર અને કોહલી 05 રન પર પવેલિયન પરત ફર્યા. વળી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે 14-14 રનોની ઇનિંગ્સ રમી. અર્શદીપે 2 છગ્ગા, જ્યારે સિરાજે 1 છગ્ગો અને 1 ચોગ્ગો લગાવ્યો. વળી ભારતના બાકી બેટ્સમેન જેમ કે ઋતુરાજ ગાયકવાડ (18), શ્રેયસ અય્યર (22) અને નમન ધીર (22) પણ ફ્લોપ રહ્યા. ટીમ માટે અક્ષર પટેલ અને ઈશાન કિશને 46-46 રનોની સૌથી મોટી ઇનિંગ્સ રમી. અક્ષરે 5 ચોગ્ગા અને 1 છગ્ગો, જ્યારે ઈશાને 3 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે જેકબ ડફી અને કેપ્ટન મિચેલ સેન્ટનરે સૌથી વધારે 3-3 વિકેટ લીધી. બાકી મેથ્યુ ફિશરે 2, બ્લેયર ટિકનરે 1 અને માઈકલ બ્રેસવેલે 1 વિકેટ લીધી.

ભારતની પ્લેઇંગ-11

રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ-11

વિલ યંગ, ટિમ સેફર્ટ (વિકેટકીપર), નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, બ્લેર ટિકનર, જેકબ ડફી, મેથ્યુ ફિશર