2 દિવસ બાદ 3 રાશિઓના જાતકો પર આફતનો પહાડ તૂટશે, સૂર્યની ચાલ બદલાતા સાવધાન રહેવું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surya Gochar 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્યના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્ત્વ છે. સૂર્યની ચાલમાં થતા ફેરફારની સીધી અસર તમામ 12 રાશિઓના જીવન, નોકરી, સ્વાસ્થ્ય અને માન-સન્ન્માન પર પડે છે. આગામી 16 નવેમ્બર 2026ના રોજ સૂર્ય તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને 16 ડિસેમ્બર, 2026 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. સૂર્યના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકોએ ધન, સ્વાસ્થ્ય અને કામકાજના મામલામાં વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે. ચાલો જાણીએ કે કઈ 3 રાશિઓ માટે આ સમય થોડો પડકારજનક બની શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર કેટલીક મુશ્કેલીઓ લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં રહેશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સતર્ક રહેવાની ખાસ જરૂર છે. કોઈપણ વ્યક્તિની વાતોમાં આવીને પોતાના કામથી ધ્યાન ભટકાવવું નહીં. ગુસ્સામાં આવીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાથી કે વળતો જવાબ આપવાથી બચવું. સ્વાસ્થ્યની બાબતમાં જરાય બેદરકારી દાખવવી નહીં, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી. પારિવારિક જીવનમાં પણ ખૂબ જ વિચારીને બોલવું. માતા પક્ષના લોકો સાથે વાતચીત કરતી વખતે પોતાની વાણી પર સંયમ રાખવો જરૂરી છે, કેમ કે તમારી કોઈ વાત સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. આ સમગ્ર સમય દરમિયાન ધૈર્ય અને સમજદારીથી કામ લેવું હિતાવહ રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ આર્થિક અને પારિવારિક જીવનમાં અનેક પ્રકારના પડકારો ઊભા કરી શકે છે. આ સમય દરમિયાન સૂર્ય તમારા બીજા ભાવમાં રહેવાના છે, જે ધન અને વાણી સાથે જોડાયેલો છે. આ સ્થિતિમાં વાતચીત કરતી વખતે તમારા શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું. ગુસ્સામાં કહેવામાં આવેલી કોઈ પણ વાત પરિવારના સભ્યો કે નજીકના સ્વજનો સાથે અણબનાવ સર્જી શકે છે. આર્થિક મામલામાં પણ ખૂબ જ સમજી-વિચારીને પગલાં ભરવા. કોઈપણ પ્રકારની પૂરી માહિતી વગર રોકાણ કરવું કે નાણાકીય મોરચે મોટો નિર્ણય લેવાનું ટાળવું. વેપાર-ધંધો કરતા લોકોએ પણ લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખવી પડશે. કોઈ નવો સોદો કે ડીલ ફાઇનલ કરતા પહેલા તમામ જરૂરી શરતોની સારી રીતે તપાસ કરી લેવી. ઉતાવળ કરવાના બદલે બુદ્ધિમત્તાથી કામ લેવું વધુ યોગ્ય રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન જીવનમાં ઉત્તરોત્તર ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધશે, પરંતુ અતિ-આત્મવિશ્વાસમાં આવીને કોઈ મોટી ભૂલ ન કરતા. નોકરી અને વેપાર સાથે જોડાયેલા તમામ નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેવા. ખાસ કરીને વિદેશ સંબંધિત વેપાર કરતા લોકોએ ખૂબ જ સતર્ક રહેવાની આવશ્યકતા છે. કોઈપણ નવા કરાર કે સમજૂતી પર સહી કરતા પહેલા તેની શરતોને બરાબર વાંચી લેવી. નાણાકીય લેવડ-દેવડમાં પણ પૂરતી સાવધાની રાખવી. વગર વિચારે મોટો નિર્ણય લેવાથી બચવું અને જરૂર જણાય તો પરિવારના વડીલો કે અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. આ સમયગાળા દરમિયાન ધીરજ અને સંયમ જ તમારી મોટી તાકાત બનશે.




