Astro

96 દિવસ 4 રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, નોકરી-કારોબારમાં આવશે અચ્છે દિન

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કર્મફળદાતા શનિદેવ હાલ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં વક્રી ગતિ કરી રહ્યા છે. 11 ડિસેમ્બર 2026ના રોજ શનિ માર્ગી થશે અને ફેબ્રુઆરી 2027માં રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિની આ બદલાતી ચાલને કારણે આગામી 96 દિવસ વૃષભ, તુલા, મકર અને કુંભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. તેમને નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામો મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

96 દિવસ 4 રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, નોકરી-કારોબારમાં આવશે અચ્છે દિન

Shani Margi December 2026 : જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, શનિ વ્યક્તિને તેનાં કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની ચાલમાં થતા ફેરફારની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હાલમાં શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં વક્રી ગતિ કરી રહ્યા છે. જોકે, આગામી સમયમાં તેમની ચાલ અને નક્ષત્રમાં બે મોટા ફેરફાર થવાના છે, જે કેટલીક રાશિઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર, 11 ડિસેમ્બર 2026ના રોજ શનિ માર્ગી થશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027માં તેઓ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિની આ બદલાતી ચાલને કારણે આગામી 96 દિવસ ચાર રાશિના જાતકો માટે સારા રહી શકે છે. આ સમયગાળા દરમિયાન નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં લાભ મળવાની શક્યતા છે. જ્યોતિષીય માન્યતા અનુસાર, આ ચાર રાશિઓ પર શનિની બદલાતી ચાલની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય અનુકૂળ રહી શકે છે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા છે. કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. અટવાયેલાં કામોમાં ઝડપ આવશે અને તે પૂર્ણ થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને આગળ વધવાની નવી તકો મળી શકે છે. આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને કરિયરમાં આગળ વધવાની તકો મળી શકે છે. નોકરીમાં તમારી મહેનત અને કામની પ્રશંસા થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળે નવી જવાબદારીઓ પણ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આવનારો સમય રાહત આપનારો રહી શકે છે. નોકરીમાં કામનું દબાણ ઘટી શકે છે અને અધિકારીઓનો સહયોગ મળવાથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. વેપારીઓને નવા લોકો સાથે જોડાવાની તક મળશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જૂની યોજનાઓ પર ફરીથી કામ શરૂ કરી શકશો. લાંબા સમયથી અટકેલાં કામ પૂર્ણ થવાથી રાહત મળશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો હાલ શનિની સાડાસાતીના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આગામી દિવસોમાં તેમની મુશ્કેલીઓ ધીમે-ધીમે ઓછી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલાં કામ પૂર્ણ થવાની આશા છે. નોકરીમાં નવી તકો મળી શકે છે, જ્યારે વેપારીઓને પણ લાભ થવાની શક્યતા છે. આવકના નવા રસ્તા ખુલવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આ સાથે આત્મવિશ્વાસ વધશે અને માનસિક રાહત મળશે.