કોહલી અને ગંભીર વચ્ચે વાતચીત બંધ ! ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનથી ઉભો થયો નવો વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gautam Gambhir Vs Virat Kohli : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝ આજે 14 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. આ મહત્વની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ મેદાન પર જોરદાર પ્રેક્ટિસ શરૂ કરી હતી, પરંતુ, આ પ્રેક્ટિસ સેશન દરમિયાન એક એવો ચોંકાવનારો સીન જોવા મળ્યો છે જેનાથી ક્રિકેટ જગતમાં નવો વિવાદ ઊભો થયો છે. એક રિપોર્ટ અનુસાર, પ્રેક્ટિસ દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચે બિલકુલ વાતચીત થઈ નથી, જેના કારણે સવાલ ઉઠી રહ્યા છે કે શું ટીમ ઈન્ડિયામાં બધું બરાબર નથી ચાલી રહ્યું?
ગંભીર અને વિરાટ વચ્ચે દૂરી !
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, એજબેસ્ટનમાં રમાયેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ ગૌતમ ગંભીરે ટીમના અન્ય તમામ સિનિયર ખેલાડીઓ જેવા કે કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને કેએલ રાહુલ સાથે લાંબી વાતચીત કરી હતી અને તેના વિઝ્યુઅલ પુરાવા પણ સામે આવ્યા છે. જોકે, સમગ્ર સેશન દરમિયાન વિરાટ કોહલી અને ગંભીર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા નથી. આટલું જ નહીં, ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ નેટ પ્રેક્ટિસ અંગે વિરાટ અને ગંભીર સાથે અલગ-અલગ વાતચીત કરતા નજરે પડ્યા હતા, જે બંને વચ્ચે વિવાદ હોવા તરફ ઈશારો કરે છે.
બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ !
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધો ભૂતકાળમાં પણ તણાવપૂર્ણ રહ્યા છે. IPL મેચો દરમિયાન બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને લડાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જોકે, ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા બાદ બંને વચ્ચે બધું સામાન્ય થઈ ગયું હોવાના અહેવાલો આવ્યા હતા. પરંતુ બર્મિંગહામના મેદાન પરથી સામે આવેલા આ દ્રશ્યો બાદ એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચેની કડવાશ હજુ પણ પૂરી થઈ નથી અને તેમની વચ્ચે લાંબા સમયથી વાતચીત બંધ છે.









