Baroda

વડોદરા: અમેરિકા ગયેલા દંપતીના બંધ મકાનમાંથી પાંચ લાખની ચોરી

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આમની પાર્ક સોસાયટીના ઉમેશ દેસાઈ 17 જૂને અમેરિકા ગયા હતા. તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોર ટોળકી 5 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા 1 લાખ સહિત કુલ 4.95 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: અમેરિકા ગયેલા દંપતીના બંધ મકાનમાંથી પાંચ લાખની ચોરી

Vadodara: ભાયલી નીલમબર ચાર રસ્તા પાસે ઓકવુડ એપાર્ટમેન્ટમાં રહેતા અક્ષય અશ્વિનભાઈ પરીખ નંદેસરી જીઆઇડીસી માં કંપની ચલાવે છે. તેમના સાઢુભાઈ ઉમેશ બળવંતભાઈ દેસાઈ રહે આમની પાર્ક સોસાયટી સુભાનપુરા કર 17મી જૂને પત્ની સાથે અમેરિકા ગયા હતા અને ઘરની ચાવી અક્ષય ભાઈને આપી હતી. નવમી જુલાઈએ સાંજે અક્ષયભાઈ ઉમેશભાઈ ની કારની ચાવી લેવા માટે તેમના ઘરે ગયા ત્યારે દરવાજાને તાળું બરાબર હતું.

ગઈકાલે સવારે 11:00 વાગે ઉમેશભાઈના ડ્રાઇવર નિતેશ માળી છોડમાં પાણી છાંટવા ગયો ત્યારે તેની નજર દરવાજના તૂટેલા નકુચા પર પડી હતી. અક્ષયભાઈએ ઘરે આવીને તપાસ કરતા સામાન વેર વિખેર હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના પાંચ તોલા વજન ના દાગીના તથા ચાંદીમાં દાગીના અને રોકડા એક લાખ મળી કુલ 4.95 લાખની મતા લઈ ગઈ હતી.