Sports

T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે? જાણો ICCનો નિયમ

By GS Team
22 Feb 20263 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડ કપ 2026 હવે એક રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટમાં સુપર 8 રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આ રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ રમશે અને ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે? જાણો ICCનો નિયમ

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 હવે એક રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટમાં સુપર 8 રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આ રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ રમશે અને ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે.

T20 વર્લ્ડ કપ 2026માં વરસાદનું વિઘ્ન

આવી સ્થિતિમાં દરેક મેચનું મહત્વ વધી ગયું છે. પરંતુ કોલંબોમાં સતત પડી રહેલા વરસાદે એક મોટો સવાલ ઉભો કરી દીધો છે કે, જો સુપર 8 મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો શું થશે? આ સવાલ એટલા માટે પણ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે કારણ કે સુપર 8 રાઉન્ડની પહેલી મેચ એટલે કે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. અને આ મેચ એક પણ બોલ રમ્યા વિના રદ કરી દેવામાં આવી છે.

સુપર 8ની મેચો ભારત અને શ્રીલંકામાં રમાશે. જો કે, કોલંબોમાં વરસાદના કારણે મેચ પર ખતરો મંડરાઈ રહ્યો છે. નિયમો પ્રમાણે સુપર 8માં પણ ગ્રુપ સ્ટેજની જેમ કોઈ રિઝર્વ ડે નથી રાખવામાં આવ્યો.

ICCનો નિયમ 

ICCના નિયમો પ્રમાણે T20 મેચના પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. અમ્પાયરો પરિણામ સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરશે કે મેચ પૂર્ણ થાય. પરંતુ જો વધુ વરસાદના કારણે બંને ટીમો 5-5 ઓવર પણ ન રમી શકે તો મેચ રદ જાહેર કરી દેવામાં આવશે.

જો મેચ ડ્રો થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. કોઈપણ ટીમને જીતનો ફાયદો નહીં મળશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આવી મેચનો નેટ રન રેટ પર કોઈ અસર પડશે નહીં. આનો અર્થ એ થયો કે પોઈન્ટ ટેબલમાં ફક્ત એક પોઈન્ટ ઉમેરાશે, પરંતુ કોઈને પણ જીતના બે પોઈન્ટ નહીં મળશે.

સુપર 8માં દરેક ટીમે 3-3 મેચ રમવાની છે. દરેક મેચ બે પોઈન્ટ માટે હોય છે. તેથી, જો વરસાદને કારણે કોઈ મેચ રદ થાય છે, તો તે ટીમો માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને એવી ટીમો માટે જે નેટ રન રેટના સહારે સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માગતી હોય છે. જીતથી બે પોઈન્ટ મળે છે, જ્યારે રદ થયેલી મેચથી માત્ર એક પોઈન્ટ મળે છે.

આ પણ વાંચો: લ્યો! સાઉથ આફ્રિકાની ટીમ બુમરાહ નહીં પણ ભારતના આ સ્ટાર બોલરથી ભયભીત

ટુર્નામેન્ટમાં પહેલા પણ વરસાદની અસર દેખાઈ ચૂકી છે. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો અને તેની  આગળની સ્થિતિ પર અસર પડી હતી.

સુપર 8 માં હવે દરેક મેચ હવે કરો યા મરો જેવી

સુપર 8 માં હવે દરેક મેચ હવે કરો યા મરો જેવી રહેશે. જો વરસાદનું વિધ્ન ન આવે તો પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થઈ શકે છે. આવી સ્થિતિમાં ટીમો માટે જરૂરી છે કે, તે પોતાની બાકી રહેલી મેચોમાં વધુથી વધુ જીત નોંધાવે અને નેટ રન રેટ પણ સારો રાખે. ક્રિકેટ ચાહકો હવે માત્ર રોમાંચક મેચો પર જ નહીં પરંતુ હવામાન પર પણ નજર રાખી રહ્યા છે.