Sports

લ્યો! સાઉથ આફ્રિકાની ટીમ બુમરાહથી નહીં, પરંતુ ભારતના આ સ્ટાર બોલરથી ભયભીત

By GS Team
22 Feb 20262 mins read
TukuTouch Logo
વરુણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે, પરંતુ વરિષ્ઠ ખેલાડી ક્વિન્ટન ડી કોકને આશા છે કે, તેના યુવા સાથી ખેલાડીઓ કંઈક નવું કરવાને બદલે યોગ્ય સમયે પોતાની કુદરતી રમત બતાવશે. ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા સામે આઠ ટી20 મેચોમાં 22 વિકેટ ઝડપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લ્યો! સાઉથ આફ્રિકાની ટીમ બુમરાહથી નહીં, પરંતુ ભારતના આ સ્ટાર બોલરથી ભયભીત

T20 World Cup : વરુણ ચક્રવર્તી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે, પરંતુ વરિષ્ઠ ખેલાડી ક્વિન્ટન ડી કોકને આશા છે કે, તેના યુવા સાથી ખેલાડીઓ કંઈક નવું કરવાને બદલે યોગ્ય સમયે પોતાની કુદરતી રમત બતાવશે. ચક્રવર્તીએ દક્ષિણ આફ્રિકા સામે આઠ ટી20 મેચોમાં 22 વિકેટ ઝડપી છે. જેમાં ડિસેમ્બરમાં રમાયેલી દ્વિપક્ષીય શ્રેણીની 10 વિકેટો પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા બે મહિનામાં ઘણી સંતુલિત દેખાઈ છે અને ડી કોકે જણાવ્યું હતું કે, તમામ ખેલાડીઓએ વરુણનો સામનો કરવા માટે તેમનું હોમવર્ક કરી લીધું છે.

દરેક ટીમની પોતાની પદ્ધતી હોય છે

ભારત સામેની સુપર-8 મેચ પહેલા તેમણે કહ્યું હતું કે, "તેનો સામનો કરવા માટે દરેકની પોતાની રીત હોય છે. અમારા ખેલાડીઓએ પોતાની તાકાત પર મક્કમ રહેવું પડશે અને યોગ્ય સમયે પોતાની કુદરતી રમત બતાવવી પડશે."વધુમાં ઉમેર્યું, "તેઓ સારા બોલર છે અને અમારી સામેની શ્રેણીમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. આશા છે કે ત્યારપછી અમારા ખેલાડીઓએ તેનું વિશ્લેષણ કર્યું હશે અને તેનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરી હશે. આશા છે કે તેમની રણનીતિ અસરકારક સાબિત થશે."

અભિષેક શર્મા અંગે વાત કરી

અભિષેક શર્મા ત્રણ મેચમાં ખાતું ખોલાવી શક્યા ન હોવા છતાં ડી કોકે કહ્યું, "તે વિશ્વનો નંબર વન ટી20 બેટ્સમેન છે. તે ઘણો યુવાન છે અને નિષ્ફળતાનો સામનો ક્યારેક ને ક્યારેક તો કરવો જ પડે છે. પરંતુ નંબર વન હોવાનો કંઈક અર્થ છે. મને ખાતરી છે કે તે ટૂર્નામેન્ટમાં મહત્વની ઇનિંગ રમશે."

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા સ્ક્વોડ

ભારતીય ટીમ: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ.

દક્ષિણ આફ્રિકા ટીમ: એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, જેસન સ્મિથ, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, કગીસો રબાડા, એનરિક નોર્ટ્ઝે, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુન્ગી એન્ગિડી, કેશવ મહારાજ, માર્કો જેન્સેન.