સૂર્યાની મજાક અને સંજૂનો જડબાતોડ જવાબ! વર્લ્ડ કપમાં કેવી રીતે અશક્યને શક્ય કરી બતાવ્યું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારે T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ સુપર 8 મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. ભારતીય ટીમની જીતમાં સોથી મોટી ભૂમિકા વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને ભજવી હતી. સેમસન આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહ્યો છે.
ભારતીય ટીમને જીત અપાવ્યા બાદ જ્યારે સંજુ સેમસન પવેલિયન તરફ પરત ફી રહ્યો હતો ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની સામે ઝૂકવું પડ્યું. મેચના 8 દિવસ પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંજુ સેમસનને લઈને સૂર્યાનું આવું વર્તન નહોતું, પરંતુ 8 દિવસમાં જ સંજુએ કેપ્ટનને પોતાની સામે ઝૂકવા માટે મજબૂર કરી દીધો. ચાલો જાણીએ આખી સ્ટોરી શું છે.
વર્લ્ડ કપની શરૂઆતથી ભારતીય ટીમ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને અભિષેક શર્મા સાથે રમી રહી હતી. ગ્રુપ સ્ટેજમાં અભિષેક શર્મા સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો, સતત ત્રણ મેચમાં ઝીરો પર આઉટ થયો હતો. તેની બીમારીને કારણે નામિબિયા સામે સંજુને તક મળી હતી. તેણે 8 બોલમાં 22 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાન સામેની આગામી મેચમાં સંજુને ડ્રોપ કરીને અભિષેકને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું અને અભિષેક પાકિસ્તાન સામેની મેચમાં ઝીરો રન પર આઉટ થઈ ગયો.
સૂર્યાની મજાક
ભારતીય ટીમનો પહેલો સુપર 8 મુકાબલો 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે હતો. મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ સૂર્યકુમાર યાદવને સવાલ કર્યો હતો કે, ઘણા બેટ્સમેન સારું પ્રદર્શન નથી કરી રહ્યા, તો શું સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે? જવાબમાં સૂર્યકુમાર યાદવે હસતાં હસતાં જવાબ આપ્યો હતો કે, તમે શું ઈચ્છો છો કે હું અભિષેક શર્મા કે તિલક વર્માની જગ્યાએ સંજુને રમાડું? સંજુને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં તક નહીં મળી. આ મેચમાં અભિષેક, તિલક અને રિંકુનું પ્રદર્શન સારું ન રહ્યું અને ટીમ ઈન્ડિયા હારી ગઈ. ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલની રાહ મુશ્કેલ બની ગઈ.
રિંકુના સ્થાને સેમસન
26 ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે ભારતનો બીજો સુપર 8 મુકાબલો હતો, જેમાં જીત જરૂરી હતી. ટીમમાં ફેરફારની ચર્ચા થઈ રહી હતી. રિંકુ સિંહ પોતાના બીમાર પિતાને જોવા માટે હોસ્પિટલ ગયો હતો. તેના સ્થાને સેમસનને ટીમમાં લાવવામાં આવ્યો અને ઓપનિંગ કરાવી. સેમસને 15 બોલમાં 24 રન બનાવ્યા. આ ઈનિંગ નાની પણ અસરકારક હતી અને ભારતીય ટીમ આ જ શરૂઆતના દમ પરઝિમ્બાબ્વે સામે મોટો સ્કોર બનાવીને જીત હાંસલ કરી શકી. ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનમાં સંજુનું સ્થાન નિશ્ચિત થઈ ગયું.
સંજુએ માત્ર 8 જ દિવસમાં કરી બતાવ્યું
ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ સુપર 8 મેચમાં સંજુ સેમસને ધમાકેદાર પ્રદર્શન કર્યું. સંજુએ 50 બોલમાં અણનમ 97 રની વિસ્ફોટક ઈનિંગ રમી અને આ જ ઈનિંગના દમ પર ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લીધી. આ જ કારણ છે કે, જ્યારે સંજુ ટીમને જીત અપાવીને પવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોપી ઉતારીને માથું ઝુકાવીને સ્મિત સાથે તેનું અભિવાદન કર્યું. આમ સંજુએ માત્ર 8 જ દિવસમાં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર કેપ્ટનને પોતાના સન્માનમાં ઝૂકવા માટે મજબૂર કર્યો.









