T20 World Cup 2026: T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ શનિવારે અમેરિકા સામે રમી અને શાનદાર જીત હાંસલ કરી હતી. હવે ટીમ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં નામીબિયા સામે ટકરાશે. હવે આ મેચ પહેલા સૂર્યાકુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમ રવિવારે રાત્રે હેડ કોચ ગૌતમ ગંભીરના ઘરે સ્પેશિય ડિનર માટે પહોંચી હતી. આ દરમિયાન BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ હાજર રહ્યા હતા.
કોચ ગંભીરે કરી મહેમાનગતિ
હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય T20 વર્લ્ડ કપ ટીમને ડિનર માટે પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. સૂર્યકુમાર યાદવની ટીમ ગુરુવારે નામિબિયા સામે વર્લ્ડ કપ મેચ માટે દિલ્હી આવી છે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
અમેરિકાને 29 રનથી હરાવ્યું
ભારતે T20 વર્લ્ડ કપ 2026ના પોતાના પહેલા મુકાબલામાં અમેરિકાને 29 રનથી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ સ્ટેજ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની અણનમ 84 રનની ધમાકેદાર ઈનિંગના દમ પર 20 ઓવરમાં 9 વિકેટ પર 161 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ: ભારત-USA મેચ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ક્હ્યું- અમારી ટીમ ઘણી મજબૂત છે


