અઠવાડિયામાં સોનું ₹11,000 અને ચાંદી ₹20,000 સસ્તી, શું ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Silver Crash: કમોડિટી માર્કેટથી લઈને ભારતીય બુલિયન બજાર સુધી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે જ આ સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.
1 અઠવાડિયામાં સોનું ₹11,000 અને ચાંદી ₹20,000 સસ્તી
IBJA ના આંકડા મુજબ, 16 નવેમ્બર થી 20 નવેમ્બર દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં આશરે 11 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે અને ભાવ ₹1,34,380 થી ઘટીને ₹1,23,584 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. 22 કેરેટ સોનું ₹1,13,203 પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું ₹92,688 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. બીજી તરફ, 16 નવેમ્બર ના રોજ 1 કિલો ચાંદીનો ભાવ ₹1,69,280 હતો, જે ઘટીને ₹1,50,650 પ્રતિ કિલો થઈ ગયો છે. આ રીતે એક સપ્તાહમાં ચાંદી આશરે ₹20,000 સસ્તી થઈ છે.
રેકોર્ડ હાઈથી સોનું ₹70,000 અને ચાંદી ₹2.70 લાખ તૂટી
પોતાના રેકોર્ડ હાઈ લેવલથી સરખાવીએ તો સોનું 37 ટકા સુધી ગગડ્યું છે. January માં 10 ગ્રામ સોનાનો રેકોર્ડ ભાવ ₹1.93 લાખ હતો, જે હાલ ₹1.23 લાખ આસપાસ છે, એટલે કે તે ₹70,000 સસ્તું થયું છે. આ જ રીતે, જાન્યુઆરીમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹4.20 લાખ હતો, જે ઘટીને ₹1.50 લાખ પર આવી ગયો છે. આમ, ચાંદી પોતાના ઊંચા સ્તરથી ₹2.70 લાખ સુધી ઘટી છે.
ભાવમાં આટલા મોટા ઘટાડાનું કારણ શું?
આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ ડિસેમ્બરમાં અમેરિકન કેન્દ્રીય બેંક (US Federal Reserve) નો નિર્ણય મનાઈ રહ્યું છે. એવી આશંકા છે કે ફેડ રિઝર્વ વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરી શકે છે. જો વ્યાજદરો વધે તો ડોલર અને ટ્રેઝરી બોન્ડ વધુ આકર્ષક બને છે, જેના કારણે રોકાણકારો સોના-ચાંદીમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ભાવ સતત 90 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહેતા મોંઘવારીએ પણ કિંમતી ધાતુઓ પર દબાણ વધાર્યું છે.
હવે આગળ શું થશે? એક્સપર્ટ્સનો મત
ઘણા એક્સપર્ટ્સના મતે સોનું પોતાના બોટમ (તળિયા) ની નજીક છે, જે ₹1.30 લાખ થી ₹1.15 લાખ પ્રતિ 10 ગ્રામ વચ્ચે માનવામાં આવી રહ્યું છે. બજારના જાણકારો સલાહ આપે છે કે મોટા ઘટાડા દરમિયાન થોડું-થોડું કરીને સોના-ચાંદીમાં રોકાણ ઉમેરવું જોઈએ. બીજી તરફ, ગોલ્ડમેન સૉક્સનું કહેવું છે કે શોર્ટ ટર્મમાં સોનામાં હજુ ઘટાડો થઈ શકે છે, પરંતુ લોંગ ટર્મ (લાંબા ગાળા) ના દૃષ્ટિકોણથી ખરીદી કરવામાં આવે તો સારો નફો મળી શકે છે.




