World

ખુરશીના પટ્ટા બાંધી લેજો : 2027માં દુનિયામાં ભારે ઉથલપાથલ થવાની છે : 10 આગાહીઓ

By GS Team
20 Nov 20263 mins read
TukuTouch Logo
'ધ ઇકોનોમિસ્ટ'ના સંપાદક ટોમ સ્ટેન્ડેઝે 2027 માટે 10 મહત્વની ઘટનાઓની આગાહી કરી છે. ચીનના શી જિનપિંગે સેનાને 2027 સુધીમાં તાઇવાન કબજે કરવા આદેશ આપ્યો છે. અમેરિકામાં ટ્રમ્પ પછીના રાજકારણ, ઇરાન યુદ્ધની વૈશ્વિક અસર, AIની ચિંતા અને અસામાન્ય ઋતુ પરિવર્તનો જેવા પડકારો જોવા મળશે. અંતરિક્ષ ક્ષેત્રે નવી સંભાવનાઓ પણ ચર્ચામાં રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખુરશીના પટ્ટા બાંધી લેજો : 2027માં દુનિયામાં ભારે ઉથલપાથલ થવાની છે : 10 આગાહીઓ
  • શી જિનપિંગે સેનાને ૨૦૨૭ સુધીમાં તાઇવાન કબ્જે કરવા કહ્યું છે
  • 'ધ ઇકોનોમિસ્ટ'ના 'ધી વર્લ્ડ અહેડ ૨૦૨૭'ના સંપાદક ટોમ સ્ટેન્ડેઝે આગામી વર્ષ માટે, મહત્ત્વની ઘટનાઓની આગાહી કરી છે

વોશિંગ્ટન : ૨૦૨૭ વર્ષ દુનિયામાં અનેક પરિવર્તનો અને પડકારો લઈને આવવાનું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પછીના દોરની ચર્ચા તેજ થતી જશે, અને ઇરાન યુદ્ધની અસર વૈશ્વિક રાજકારણ તથા અર્થતંત્રો ઉપર સ્પષ્ટ દેખાશે. એઆઇ અંગે ચિંતા વધી જશે. ઋતુઓમાં અસામાન્ય પલટાઓ આવશે. તાઇવાન અંગે ચીનની રણનીતિ તથા અંતરિક્ષ ક્ષેત્રે નવી સંભાવનાઓ ચર્ચામાં રહેશે.
'ધી ઇકોનોમિસ્ટ'ના 'ધી વર્લ્ડ એહેડ- ૨૦૨૭'ના સંપાદક ટોમ સ્ટેન્ડઝે આગામી વર્ષ માટે ૧૦ મહત્ત્વની ઘટનાઓની સંભાવના તરફ ધ્યાન દોર્યું છે.
સ્ટેન્ડઝ કહે છે : 'આધુનિક દુનિયા ઝડપભેર કોઈ 'સાયન્સ ફિક્શન' ફિલ્મ જેવી બની રહી છે.
અંતરિક્ષમાં કોમ્પ્યુટર મોકલનાર રોકેટના નિર્માતા દુનિયાના પહેલા ટ્રિલિયનર બની ગયા છે. ડ્રોને યુદ્ધ લડવાની પદ્ધતિ જ બદલી નાખી છે. મોટરો પોતે આપમેળે ચાલી રહી છે, અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ન કલ્પેલા વ્યવહારો કરી રહી છે. માનવી જેવા દેખાતા રોબોટ પણ ઝડપભેર આગળ વધી રહ્યા છે. તેવામાં આગામી વર્ષે બનનારી સંભવિત ૧૦ ઘટનાઓ પર નજર નાખીએ.

  1. અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી પછી ટ્રમ્પના અનુગામીની ચર્ચા તેજ થઈ રહી છે. છતાં સ્ટેન્ડેઝનું માનવું છે કે, ટ્રમ્પ નબળા પડયા તેમ માનવું ઘણું ઉતાવળું બની રહેશે. તેઓ પોતાની રાજકીય પકડ અને વિરાસતને મજબૂત કરવા માટે સતત સક્રિય રહી શકે તેમ છે. છતાં દુનિયા તે સમજવા કોશિષ કરી રહી છે કે, ટ્રમ્પ પછી અમેરિકાનું રાજકારણ અને વિદેશ નીતિ કેવાં હશે ?
  2. ઇરાન યુદ્ધનું કોઈ સ્થાયી સમાધાન મળે તેવું દેખાતું નથી. ૨૦૨૭માં પણ તે અંગે અનિશ્ચિતતા રહેશે. ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કરી વૈશ્વિક સ્તરે અમેરિકાની સ્થિતિ નિર્બળ કરી છે. તેના સાથી દેશોને વિશ્વાસ ઘટતો જાય છે. વિરોધીઓના મનમાં પહેલા જેવો ડર રહ્યો નથી આ યુદ્ધથી પશ્ચિમ એશિયાની રાજનીતિ અને વૈશ્વિક ઊર્જા પર અસર થવાની જ છે. અન્ન ઉત્પાદન ઉપર પણ અસર થશે કારણ કે, રાસાયણિક ખાતર ઘટી જશે. ઇરાનની વર્તમાન સરકારની દેશ ઉપર પણ પકડ મજબૂત બનવા સંભવ છે.
  3. ૨૦૨૭નું વર્ષ સતત બીજાં વર્ષે પણ ગરમ રહેશે. ઉષ્ણતામાન નવો રેકોર્ડ બનાવશે. સુપર 'અલ-નીનો' દુનિયાને વધુ ગરમ બનાવશે. મોસમ અસ્થિર થશે. દુષ્કાળ તથા વનની આગ ભીષણ ગરમી, કાર્બન ઉત્સર્જન ન ઘટતાં આવી ઘટનાઓ બનતી રહેશે.
  4. AI વિષે દુનિયામાં વિવાદ ઉભો થશે. સાઇબર હુમલાઓ વધશે. રાજકીય જોખમ વધશે. લોકોની AI પ્રત્યે નારાજગી વધતી રહેશે.
  5. ફ્રાંસમાં જમણેરી પક્ષો મજબૂત થશે. જમણેરી નેતા મરીન લે પેન નવા પ્રમુખ બની શકે.
  6. સરકારોના ખર્ચ વધશે, બોન્ડ બજાર ઉપર દબાણ વધશે.
  7. યુક્રેન અને ઇરાન યુદ્ધે દર્શાવ્યું છે કે, નવી ટેક્નોલોજી યુદ્ધનું પરિણામ બદલી શકે તો છે. તાઇવાનની વાત લઈએ તો શી જિનપિંગે ચીની સેનાને ૨૦૨૭ સુધીમાં તાઇવાન કબ્જે કરવા તૈયાર રહેવા કહ્યું છે.
  8. વજન ઘટાડનાર દવાઓ, કોસ્મેટિક્સ, ફીટનેસ વગેરે માટે લોકો ખર્ચ કરશે.
  9. અંતરિક્ષમાં સેટેલાઇટ લોન્ચ કરવું સરળ બનશે. ચીનની રોકેટ કંપનીઓ બૂસ્ટર ફરી ઉપયોગમાં લેવાય તેવી ટેક્નિક ડેવલપ કરશે.
  10. હોલીવૂડમાં મોટી ફિલ્મો અને ફ્રેન્ચાઇઝીની ગતવિધિ વધશે 'સ્ટાર-વૉર્સ' ૫૦ વર્ષ વીતી જતાં ફરી રીલીઝ થશે.