Sports

T20 વર્લ્ડકપ: ભારત-USA મેચ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ક્હ્યું- અમારી ટીમ ઘણી મજબૂત છે

By GS Team
9 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2026ને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અમેરિકન ટીમને વર્લ્ડ કપ માટે શુભકામના પાઠવી છે અને ટીમને મજબૂત ગણાવી છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મોનાંક પટેલની કેપ્ટનશીપમાં અમેરિકન ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતને કાંટાની ટક્કર આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડકપ: ભારત-USA મેચ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ક્હ્યું- અમારી ટીમ ઘણી મજબૂત છે

Donald Trump Reaction On USA Cricket Team: ભારતમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2026ને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે અમેરિકન ટીમને વર્લ્ડ કપ માટે શુભકામના પાઠવી છે અને ટીમને મજબૂત ગણાવી છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મોનાંક પટેલની કેપ્ટનશીપમાં અમેરિકન ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતને કાંટાની ટક્કર આપી હતી. 

અમેરિકા સામે ભારતને કાંટાની ટક્કર મળી હતી અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ ઈનિંગ્સના કારણે ભારતે આ મેચમાં જીત હાંસલ કરી. એક સમયે USAએ ભારતીય ચાહકોના શ્વાસ રોકી દીધા હતા, કારણ કે, ટીમ ઈન્ડિયાએ 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે અમેરિકન ટીમને ટુર્નામેન્ટ માટે મજબૂત ગણાવી અને તેમને શુભકામનાઓ પાઠવી.

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'મેં સાંભળ્યું કે, ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં યોજાઈ રહ્યો છે. હું USAની ટીમને શુભકામના પાઠવું છું. અમારી ટીમ ખૂબ જ મજબૂત છે. અમેરિકા તમને સપોર્ટ કરી રહ્યું છે.'



કેપ્ટન સૂર્યાની વિસ્ફોટક ઈનિંગ

વર્લ્ડ કપ પહેલા USAની ટીમને ઓછી આંકવામાં આવી રહી હતી, પરંતુ 7 ફેબ્રુઆરીએ ભારત સામે જે રીતે તેમણે પ્રદર્શન કર્યું, તે જોઈને તમામ લોકો દંગ રહી ગયા. એક સમયે એવું લાગી રહ્યું હતું કે USA મેન ઇન બ્લુને હરાવીને મોટો અપસેટ સર્જશે. જોકે, એવું ન બન્યું અને કેપ્ટન સૂર્યાની વિસ્ફોટક ઈનિંગના દમ પર ભારતે 161 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો, જેના જવાબમાં USA 132 રન જ બનાવી શક્યું અને 29 રનથી મેચ હારી ગયું.

USA T20 વર્લ્ડ કપ 2024ના દરમિયાન ઉલટફેર કરી ચૂકી છે

USAની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના દરમિયાન ઉલટફેર કરી ચૂકી છે. તેણે સુપર ઓવરમાં પાકિસ્તાન સામે રમતા જીત હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં ભારત સામેની તેમની મેચ પછી, અન્ય ટીમો 2026ના T20 વર્લ્ડ કપમાં સાવધાન રહેવા માંગશે અને તેમને હળવાશથી નહીં લે.