હાર્દિક પંડ્યાનું ધમાકેદાર કમબેક, SMATમાં 42 બોલમાં 77 રન ફટકારી બન્યો બરોડાની જીતનો હીરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Syed Mushtaq Ali Trophy-2025, Punjab vs Baroda : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ધમાકેદાર બેટિંગ કરી છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી-2025ની એલીટ ગ્રૂપ-સી મેચમાં હાર્દિકે પંજાબ વિરુદ્ધ વિસ્ફોટક બેટિંગ કરી છે, જેના કારણે તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો છે.
હાર્દિકની વિસ્ફોટક ઈનિંગથી વડોદરાનો વિજય
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈને 20 ઓવરમાં આઠ વિકેટે 222 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં વડોદરાએ 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 224 રન નોંધાવીને સાત વિકેટે વિજય મેળવ્યો છે. વડોદરા તરફથી રમી રહેલા હાર્દિકે 42 બોલમાં ચાર સિક્સ અને સાત ફોર ફટકારી 77 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
પંજાબના ખેલાડી અભિષેકની પણ વિસ્ફોટક ઈનિંગ
પંજાબ તરફથી પ્રભસિમનર સિંહ અને કેપ્ટન અભિષેક શર્માએ શાનદાર શરૂઆત કરીને 4.1 ઓવરમાં 53 રનની ભાગીદારી કરી હતી. પ્રભાસિમરને 16 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે અભિષેક શર્માએ 19 બોલમાં ચાર સિક્સ અને પાંચ ફોર ફટકારી 50 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ત્યારબાદ નેહલ વાઢેરે નમન ધીર સાથે 43 બોલમાં 80 રનની ભાગીદારી કરતા પંજાબની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી હતી. એટલું જ નહીં અનમોલપ્રીત સિંહે પણ 32 બોલમાં ચાર સિક્સ અને સાત ફોર ફટકારી 69 રન નોંધાવ્યા હતા.
આ પણ વાંચો : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો, T20માં ત્રીજી તોફાની સદી ફટકારી રચ્યો ઇતિહાસ
હાર્દિક-શિવાલિક વચ્ચે 109 રનની ભાગીદારી
વડોદરા તરફથી ઓપનિંગમાં આવેલી વિષ્ણુ સોલંકી અને શાસ્વત રાવતે પણ શાનદાર શરૂઆત કરીને 5.1 ઓવરમાં 66 રનની ભાગીદારી કરી નાખી હતી. શાશ્વતે 31 રન જ્યારે વિષ્ણુએ 43 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ હાર્દિક અને શિવાલિક શર્માની જોડીએ 62 બોલમાં 109 રનની ભાગીદારી કરતા ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. શિવાલિક 47 રને ઈજાગ્રસ્ત થતા પેવેલીયન જતો રહ્યો હતો, જ્યારે હાર્દિકે વિસ્ફોટક 77 રન નોંધાવ્યા હતા.
એશિયા કપ-2025માં હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો
બોલિંગની વાત કરીએ તો વડોદરા તરફથી રમી રહેલા બોલર રાજ લિંબાનીએ 36 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, રસિખ સલામ અને અતિત શેઠે એક-એક વિકેટ ઝડપી હતી. જ્યારે પંજાબ તરફથી અશ્વિની કુમાર અને રમનદીપ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ-2025ના સુપર-4 મુકાબલામાં શ્રીલંકા સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
આ પણ વાંચો : કોહલીની સેન્ચુરી બાદ શું બોલ્યો હતો રોહિત શર્મા? અર્શદીપ સિંહે આપ્યો રમૂજી જવાબ









