ઑસ્ટ્રેલિયામાં હુમલામાં માંડ માંડ બચ્યો પૂર્વ સ્ટાર ક્રિકેટર, રેસ્ટોરન્ટમાં છુપાઈ બચાવ્યો જીવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Michael Vaughan : ઑસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર આજે હનુક્કા ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા છે. આ હુમલા દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વૉન પણ રેસ્ટોરન્ટમાં ફસાઈ ગયા હતા.
ગોળીબાર દરમિયાન માઈકલ વૉન માંડ માંડ બચ્યા
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વૉને સોશિયલ મીડિયામાં આપવીતી જણાવતા કહ્યું કે તે બીચ પર એક રેસ્ટોરન્ટમાં ફસાઈ ગયા હતા. પણ હવે સુરક્ષિત ઘરે પહોંચી ગયા છે. વૉને કહ્યું કે આ અનુભવ ખૂબ જ ભયજનક હતો. હવે હું ઘરે સુરક્ષિત ઘરે પહોંચી ગયો છે. શૂટરનો સામનો કરનારા વ્યક્તિ તથા ઈમરજન્સી સેવા આપનારાઓનો આભાર. પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદનાઓ...
નોંધનીય છે કે એશેઝ સીરિઝ માટે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અત્યારે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટેસ્ટ સીરિઝમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 2-0થી આગળ ચાલી રહી છે.

ઑસ્ટ્રેલિયાના બીચ પર લાશો વિખેરાઈ
ઑસ્ટ્રેલિયાના પ્રખ્યાત 'બોન્ડી બીચ' પર રવિવારે ભીષણ હુમલા થયો. હુમલાખોરોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હનુક્કા ફેસ્ટિવલમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. હુમલા બાદ બીચ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તો જમીન પર ઢળી પડ્યા હતા. સિડની શહેર સ્થિત બોન્ડી બીચ પર સેંકડોની સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક જ તાબડતોબ ગોળીઓનો અવાજ સંભળાયો. અત્યાર સુધી 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.









