મેચ પહેલા પાર્ટીમાં નશામાં ધૂત થયો, બાઉન્સર સાથે ઝપાઝપી...હેરી બ્રૂકથી છીનવાઇ શકે છે ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sports News: ઈગ્લેંડનો ક્રિકેટર હેરી બ્રૂક વધુ એક વિવાદમાં સપડાતાં હવે વ્હાઈટ બોલ કેપ્ટનશિપ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડે મેચના એક રાત પહેલા કથિત રીતે ક્રિકેટર હેરી બ્રૂકે નશો કરી એક નાઈટકબલમાં ધમાલ મચાવી હતી. આ દરમિયાન બ્રૂકે એક બાઉન્સરને પણ માર માર્યો હતો.
શું છે મામલો?
આ ઘટના 1 નવેમ્બરના વેલિંગ્ટનના સ્કાઈ સ્ટેડિયમમાં રમાયેલી મેચના એક દિવસ પહેલાની છે, જ્યારે ટીમ ઈગ્લેંડ ન્યુઝીલેન્ડના પ્રવાસે હતી. ટેસ્ટ ટીમમાં ઉપ કેપ્ટન રહેલા હેરી બ્રૂકને સુરક્ષા કર્મીઓએ નશામાં ધૂત હોવાને કારણે નાઈટક્લબમાં પ્રવેશ આપવાથી મનાઈ કરી દીધી હતી. જે બાદ ઉગ્ર બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો. આ વખતે ગુસ્સામાં આવેલા હેરી બ્રૂકે બાઉન્સરને ઢીબી નાખ્યો હતો. જો કે સામાન્ય ઝપાઝપીમાં બાઉન્સર કે ક્રિકેટર કોઈને ઈજા પહોંચી ન હતી.
ફરિયાદ ન થતાં બચી ગયો બ્રૂક
હેરી બ્રૂક સાથે અન્ય સાથીદારો પણ પાર્ટીમાં ગયા હતા. બ્રૂકે આ ઘટનાની જાણ ખૂબ ટીમ પ્રશાસનને કરી હતી, જો કે અન્ય પક્ષ દ્વારા હેરી બ્રૂકના આ વર્તનની કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી. જેથી તે બચી ગયો હતો. પણ મેચની એક રાત પહેલા બનેલી આ ઘટના બાદ કેપ્ટન તરીકે બીજા દિવસે તેનું ઊતરવું અચરજ પમાડે તેવું હતું.
આ પહેલા પણ વિવાદ સર્જાયો હતો
આ ઘટનાનો ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એશિઝ વખતે ઈગ્લેંડના ખેલાડીઓ પર મેદાનની બહારના વ્યવહાર પર વિવાદ થયો હતો, તેમાં મેચની વચ્ચે નુસામાં ટીમના રોકાણ વખતે દારૂનો નશો કરવા બદલ ટીમની ટીકાઓ થઈ હતી. ત્યારે પણ બ્રૂક એ ખેલાડીઓ સાથે સામેલ હતો જ્યારે નશામાં ધૂત ક્રિકેટરોની તસવીરો વાયરલ થઈ હતી.
આ પણ વાંચો: 7 ચોગ્ગા, 5 છગ્ગા, 15 બોલમાં ફિફ્ટી... લિસ્ટ A ક્રિકેટમાં સરફરાઝ ખાનની ઐતિહાસિક બેટિંગ
હેરી બ્રૂકે માંગી માફી
જો કે મામલો બહાર આવતા જ ક્રિકેટર હેરી બ્રૂકે માફી માંગતા કહ્યું કે, 'હું સ્વીકારું છું કે મારુ વર્તન ખરાબ હતું, જેનાથી મને અને મારી ટીમ ઈગ્લેંડને શરમજનક સ્થિતિમાં જવું પડ્યું હતું. ઈગ્લેંડનું પ્રતિનિધત્વ કરવું મારી માટે સન્માનજનક છે, જેને હું હવે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યો છું, હું મારા સાથીદારો, કોચ અને સમર્થકોને નિરાશ કરવા બદલ માફી માગું છું, હું આ ભૂલથી શીખી આવનાર ભવિષ્યમાં મારા વર્તન અને આચરણમાં સુધારો કરીશ, તે માટે પ્રતિબધ્ધ છું'








