Sports

સૂર્યકુમાર યાદવ સાથે ખોટું થયું! પત્ર લખીને વિનંતી કરી છતાં સિલેક્ટર્સ ન માન્યા, ટીમમાં ન મળી જગ્યા

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતને T20 વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદીગઢ સામેની મેચ માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની પસંદગી સમિતિએ ટીમ જાહેર કરી, જેમાં તેની વિનંતી છતાં પસંદગી ન થઈ. સિલેક્ટર્સના મતે, સૂર્યકુમારે 18 મહિનાથી લાલ બોલ ક્રિકેટ ન રમ્યા હોવાથી, તેને લય મેળવવા થોડી મેચ રમવી પડશે. ટીમમાં સિદ્ધેશ લાડ કેપ્ટન અને આયુષ મ્હાત્રે વાઇસ કેપ્ટન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૂર્યકુમાર યાદવ સાથે ખોટું થયું! પત્ર લખીને વિનંતી કરી છતાં સિલેક્ટર્સ ન માન્યા, ટીમમાં ન મળી જગ્યા

Suryakumar Yadav Not Selected In Mumbai Ranji Trophy Team: ભારતને આ જ વર્ષે પોતાની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી. તેને ટીમમાંથી બહાર કરીને શ્રેયસ અય્યરને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. હવે સૂર્યકુમારને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. સિલેક્ટર્સે તેની વિનંતી છતાં પણ તેને ટીમમાં સ્થાન ન આપ્યું.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સિલેક્શન કમિટીએ ચંદીગઢ સામે રમાનારી રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સૂર્યકુમારને સ્થાન ન મળ્યું. આ ત્યારે થયું છે જ્યારે સૂર્યકુમારે પત્ર લખીને સિલેક્ટર્સને જણાવ્યું હતું કે, હું પસંદગી માટે ઉપલબ્ધ છું. એક રિપોર્ટમાં આ વાતની જાણકારી સામે આવી છે.

આ છે કારણ

રિપોર્ટ પ્રમાણે સૂર્યકુમારે સિલેક્ટર્સને પત્ર લખીને રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમ છતાં પણ તેમની પસંદગી કરવામાં ન આવી. MCAના ચીફ સિલેક્ટર રાજેશ પવારે આની પાછળ તર્ક આપતા કહ્યું કે, સૂર્યકુમારે લાંબા સમયથી લાલ બોલથી ક્રિકેટ નથી રમી અને એવામાં તેઓ ઈચ્છે છે કે સૂર્યકુમાર કેટલીક મેચ લાલ બોલથી રમીને લય હાંસલ કરી લે.

તેમણે કહ્યુ કે, 'તે ચોક્કસપણે મોટો ખેલાડી છે અને મુંબઈ માટે પોતાને સાબિત કરી ચૂક્યો છે. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે તે કેટલીક મેચ લાલ બોલથી રમતા-રમતા લય મેળવી લે. તેણે છેલ્લા 18 મહિનાથી લાલ બોલથી ક્રિકેટ નથી રમી. તેથી અમે ઈચ્છીએ છીએ કે તે કેટલીક મેચ રમે અને પછી તે ટીમમાં આવી શકે છે.'

શાર્દુલ ઠાકુર બહાર, મ્હાત્રે વાઈસ કેપ્ટન

આ ટીમમાં સૂર્યકુમાર સિવાય એક બીજું નામ છે જે નથી, અને તે છે શાર્દુલ ઠાકુરનું. ઠાકુર આ સમયે આંગળીની ઈજામાંથી ઉભરી રહ્યો છે. ટીમની કેપ્ટનશીપ સિદ્ધેશ લાડને સોંપવામાં આવી છે જ્યારે પોતાની કેપ્ટનશીપમાં ભારતને આ જ વર્ષની શરૂઆતમાં અંડર-19 વિશ્વ વિજેતા બનાવનારા આયુષ મ્હાત્રેને વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે જેથી તે ન્યુઝીલેન્ડ પ્રવાસની તૈયારી કરી શકે.

સરફરાઝ ખાન અને તેના ભાઈ મુશીર ખાન બંનેને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ટીમમાં શમ્સ મુલાનીનું નામ પણ સામેલ છે. તુષાર દેશપાંડે, તનુષ કોટિયાનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

મુંબઈની ટીમ: સિદ્ધેશ લાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આયુષ મ્હાત્રે (વાઈસ કેપ્ટન), દિવ્યાંશ સક્સેના, મુશીર ખાન, સરફરાઝ ખાન, સુવેદ પારકર, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તાામોર (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયાન, અથર્વ અંકોલેકર, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, ઓમકાર તારમલે.