Sports

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ: રોહિત શર્માનો ‘મહારેકોર્ડ’ તોડ્યો, બની ભારતની સૌથી સફળ T20I બેટર

By GS Team
18 Apr 20262 mins read
TukuTouch Logo
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેટથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. 17 એપ્રિલના રોજ ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝની પહેલી મેચમાં સ્મૃતિએ 13 રન બનાવ્યા હતા, પરંતુ આ નાની ઈનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. સ્મૃતિ ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ (T20I)માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ: રોહિત શર્માનો ‘મહારેકોર્ડ’ તોડ્યો, બની ભારતની સૌથી સફળ T20I બેટર

Smriti Mandhana Creates History: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેટથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. 17 એપ્રિલના રોજ ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝની પહેલી મેચમાં સ્મૃતિએ 13 રન બનાવ્યા હતા, પરંતુ આ નાની ઈનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. સ્મૃતિ ભારત તરફથી T20 ઈન્ટરનેશનલ (T20I)માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

સ્મૃતિ મંધાનાએ રોહિત શર્માનો ‘મહારેકોર્ડ’ તોડ્યો

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 1 રન બનાવતાની સાથે જ રોહિત શર્માને પાછળ છોડી દીધો, જેણે ભારત માટે T20 ઈન્ટરનેશનલ મેચોમાં 4,231 રન બનાવ્યા હતા. સ્મૃતિના નામ પર 161 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 30.31ની એવરેજથી 4,244 રન નોંધાઈ ચૂક્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 33 અડધી સદી ફટકારી છે.


આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ એવા ખેલાડીને પાછળ છોડીને બનાવ્યો છે, જેણે લાંબા સમય સુધી ભારતીય T20 ક્રિકેટમાં દબદબો બનાવ્યો હતો. રોહિતે વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20I માંથી નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત શર્માએ 159 T20Iમાં 32.05ની એવરેજથી 4,231 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને અડધી સદી સામેલ છે.

જોકે, રેકોર્ડ બનાવ્યા બાદ સ્મૃતિ મંધાના પોતાની ઈનિંગને મોટી ન બનાવી શકી. તે સારા લયમાં દેખાઈ રહી હતી અને શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળીને ભારતને ઝડપી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર પાંચ ઓવરમાં 46 રન ઉમેર્યા.

સ્મૃતિ મંધાનાની ઈનિંગની સૌથી શાનદાર ક્ષણ

સ્મૃતિ મંધાનાની ઈનિંગની સૌથી શાનદાર ક્ષણ ત્યારે આવી, જ્યારે તેણે ક્લો ટ્રાયનના બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર જોરદાર છગ્ગો ફટકાર્યો. આ શોટમાં તેની ટાઈમિંગ અને ક્લાસ બંને દેખાયું. જોકે, શેફાલી વર્માના આઉટ થયા પછી સ્મૃતિ પણ વધુ સમય ટકી ન શકી. તે આયાબોંગા ખાકાના બોલ પર કવરમાં કેચ આપીને આઉટ થઈ ગઈ. 

આ પણ વાંચો: આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ

ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટથી હાર

મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 6 વિકેટથી હારી ગઈ. તેમ છતાં તે દિવસ સંપૂર્ણપણે સ્મૃતિ મંધાનાના નામે રહ્યો. તે પહેલાથી જ ભારતીય મહિલા ક્રિકેટના સૌથી મોટા નામોમાં સામેલ છે, પરંતુ હવે તેણે T20 ઈન્ટરનેશનલ મેચોમાં રોહિત શર્માને પાછળ છોડીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હવેની નજર સીરિઝની બીજી T20 મેચ પર રહેશે, જ્યાં તે મોટી ઈનિંગ્સ રમીને ટીમને જીત અપાવવા માગશે.