Sports

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો

By GS Team
24 Feb 20263 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવન હાલમાં પોતાની પર્સનલ લાઈફના નવા તબક્કાની શરૂઆત કરી રહ્યો છે. જોકે, આ ખુશીના અવસર પર સોશિયલ મીડિયા પર ફરતી એક નકલી પોસ્ટથી શિખર ભડકી ગયો છે. વાસ્તવમાં એક ટ્રોલ એકાઉન્ટ્સે ધવનના નામે એક કથિત નિવેદન વાઈરલ કરી દીધુ હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધવને પોતાની પર્સનલ લાઈફ વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ધવનની પહેલી પત્ની આયેશાએ તેને કહ્યું હતું કે, કોઈ છોકરી તેની સાથે લગ્ન નહીં કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન? કહ્યું- હું મારા ભૂતકાળને બોજ નથી માનતો

Shikhar Dhawan Slams Fake Viral Post: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવન હાલમાં પોતાની પર્સનલ લાઈફના નવા તબક્કાની શરૂઆત કરી રહ્યો છે. જોકે, આ ખુશીના અવસર પર સોશિયલ મીડિયા પર ફરતી એક નકલી પોસ્ટથી શિખર ભડકી ગયો છે. વાસ્તવમાં એક ટ્રોલ એકાઉન્ટ્સે ધવનના નામે એક કથિત નિવેદન વાઈરલ કરી દીધુ હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધવને પોતાની પર્સનલ લાઈફ વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ધવનની પહેલી પત્ની આયેશાએ તેને કહ્યું હતું કે, કોઈ છોકરી તેની સાથે લગ્ન નહીં કરશે. 

લગ્નની ખુશીઓ વચ્ચે કોના પર ભડક્યો શિખર ધવન?

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ પોસ્ટમાં એવું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, ધવને પોતાના ભૂતકાળના સંબંધોને લઈને નિરાશાજનક નિવેદન આપ્યું છે. જોકે, ધવને આ મુદ્દે તરત જ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી કે, 'આ સંપૂર્ણપણે ખોટું છે અને મેં આવું કંઈ નથી કહ્યું.'



હું ક્યારેય મારા ભૂતકાળને બોજ નથી માનતો

ધવને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું ક્યારેય મારા ભૂતકાળને બોજ નથી માનતો, પછી ભલે તે ક્રિકેટના મેદાન પર હોય કે અંગત જીવન સાથે હોય. હું હંમેશા પોઝિટિવ વિચારસરણીમાં વિશ્વાસ રાખું છું અને મારા ભૂતકાળનું સન્માન કરું છું. આ મારા જીવનનો એક નવો અધ્યાય છે અને મારા ચાહકો, મિત્રો, પરિવાર, શુભેચ્છકો અને મીડિયા તરફથી મને મળેલા પ્રેમ અને આશીર્વાદ માટે હું ખૂબ આભારી છું.' તેણે લોકોને અપીલ કરી કે, 'માત્ર ક્લિક્સ અને વ્યૂ માટે મારા નામનો દુરુપયોગ ન કરે અને ખોટી માહિતી ફેલાવવાનું ટાળો.'

ધવને લોન્ગ ટાઈમ પાર્ટનર સોફી શાઈન સાથે કર્યા લગ્ન

શિખર ધવને તાજેતરમાં જ પોતાની લોન્ગ ટાઈમ પાર્ટનર સોફી શાઈન સાથે દિલ્હી-એનસીઆરમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. આ સમારંભમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થયા હતા. આ લગ્નને તેના જીવનમાં એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા

આ પહેલા ઓક્ટોબર 2023માં ધવનના તેની પહેલી પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા થઈ ગયા હતા. આ સંબંધ દરમિયાન તેને પોતાના પુત્ર જોરાવરની કસ્ટડી માટે કાનૂની લડાઈનો પણ સામનો કરવો પડ્યો હતો.

મુશ્કેલ સમય બાદ નવી આશા

ધવને ઘણી વાર એ પણ જણાવ્યું છે કે, તે પોતાના પુત્ર ઝોરાવર સાથે સમય વિતાવવાનું કેટલું યાદ કરે છે. જોકે, તેણે ક્યારેય તેના ભૂતકાળના સંબંધો પર જાહેરમાં ટિપ્પણી નથી કરી. 2025ના મધ્યમાં જ્યારે ધવન અને સોફી શાઈનના સંબંધોના સમાચાર જાહેર થયા, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે હવે ધવન પોતાના જીવનમાં આગળ વધી ગયો છે.

આ પણ વાંચો: BREAKING: યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો

હવે લગ્ન બાદ જ્યારે ધવન નવી ઈનિંગ્સ શરૂ કરી રહ્યો છે, ત્યારે તેણે તેના ચાહકો અને મીડિયાને સકારાત્મકતા ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.