Sports

'તેંડુલકર જેવો જ વૈભવ...', શશી થરુર સૂર્યવંશીની બેટિંગ પર ફીદા, ગંભીર-અગરકરને કહ્યું- ટીમ ઈન્ડિયામાં લો

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
રાંચીના જેએસસીએ ઓવલ ગ્રાઉન્ડમાં વિજય હઝારે ટ્રોફી હેઠળ બિહાર અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 190 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ઈનિંગ ઓપન કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી લીધી હતી અને 15 છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી 84 બોલમાં 190 રનની ઈનિંગ રમી. વૈભવ પાસે બેવડી સદી ફટકારવાની પૂરી તક હતી, પરંતુ તે 27મી ઓવરના ચોથા બોલ પર આઉટ થઈ ગયો. હવે વૈભવની આ ઈનિંગ જોઈને કોંગ્રેસના દિગ્ગજ સાંસદ શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેઓ વૈભવ સૂર્યવંશીની બેટિંગ પર ફીદા થઈ ગયા છે. સાંસદ શશિ થરૂરે વૈભવની તુલના સચિન તેંડુલકર સાથે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તેંડુલકર જેવો જ વૈભવ...', શશી થરુર સૂર્યવંશીની બેટિંગ પર ફીદા, ગંભીર-અગરકરને કહ્યું- ટીમ ઈન્ડિયામાં લો

Shashi Tharoor on Vaibhav Suryavanshi for India call-up: રાંચીના જેએસસીએ ઓવલ ગ્રાઉન્ડમાં વિજય હઝારે ટ્રોફી હેઠળ બિહાર અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 190 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ઈનિંગ ઓપન કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી લીધી હતી અને 15 છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી 84 બોલમાં 190 રનની ઈનિંગ રમી. વૈભવ પાસે બેવડી સદી ફટકારવાની પૂરી તક હતી, પરંતુ તે 27મી ઓવરના ચોથા બોલ પર આઉટ થઈ ગયો. હવે વૈભવની આ ઈનિંગ જોઈને કોંગ્રેસના દિગ્ગજ સાંસદ શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેઓ વૈભવ સૂર્યવંશીની બેટિંગ પર ફીદા થઈ ગયા છે. સાંસદ શશિ થરૂરે વૈભવની તુલના સચિન તેંડુલકર સાથે કરી છે.


વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં લઈ લો 

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું કે, 'છેલ્લી વખત જ્યારે 14 વર્ષના છોકરાએ આટલું જબરદસ્ત ક્રિકેટ ટેલેન્ટ દેખાડ્યું હતું, તે સચિન તેંડુલકર હતો અને આપણે બધા જાણીએ છીએ કે તેનું શું થયું. તમે કોની રાહ જોઈ રહ્યા છો? વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં લઈ લો!'

આકાશ ચોપરાની પ્રતિક્રિયા

વૈભવ સૂર્યવંશીની આ વિસ્ફોટક ઈનિંગ જોઈને આકાશ ચોપરાએ પણ પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'આ અસાધારણ ઈનિંગ છે અને જો વૈભવ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ આવું જ પ્રદર્શન કરશે તો ભારતીય ટીમમાં તેની એન્ટ્રીને અવગણવું મુશ્કેલ બની જશે.'

માત્ર 36 બોલમાં સદી ફટકારી

વિજય હઝારે ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી બિહાર તરફથી રમી રહ્યો છે. તેણે રાંચીના જેએસસીએ ઓવલ ગ્રાઉન્ડમાં અરુણાચલ પ્રદેશ સામેની બિહારની મેચમાં આ કમાલ કરી બતાવ્યો હતો. તેણે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી, જેમાં 84 બોલમાં 15 છગ્ગા અને 16 ચોગ્ગા સાથે 190 રન બનાવ્યા હતા.  

આ પણ વાંચો: એક જ દિવસમાં 22 સદી, ઐતિહાસિક રન ચેઝ અને 574નો સ્કોર ... વિજય હઝારે ટ્રોફીમાં રેકોર્ડની વણઝાર

વર્ષ 2025માં અલગ-અલગ ફોર્મેટમાં ઘણી સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશીએ અંડર-19 એશિયા કપમાં પણ સદી ફટકારી હતી, પરંતુ પાકિસ્તાન સામેની બંને મેચમાં તે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયો હતો. ફાઈનલમાં તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી. પાકિસ્તાને ભારતને 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ ટાર્ગેટ ચેઝ કરવા માટે ક્રીઝ પર વૈભવની લાંબી ઈનિંગ મહત્વપૂર્ણ હતી. વૈભવે સારી શરૂઆત કરી હતી અને 10 બોલમાં 26 રન બનાવ્યા પરંતુ તે તેને મોટી ઈનિંગમાં રૂપાંતરિત કરવામાં અસમર્થ રહ્યો. વિજય હઝારે ટ્રોફીની આ પહેલી મેચ હતી, ટુર્નામેન્ટ લાંબી છે. હવે બાકીની મેચમાં વૈભવનું પ્રદર્શન કેવું હશે તે જોવાનું રહેશે.