ગુજરાતમાં રમતા જોવા મળશે સેહવાગ-દ્રવિડના પુત્રો, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે U19 ભારતીય ટીમમાં એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

U19 team India : ઓસ્ટ્રેલિયા U19 સામેની ઘરઆંગણે રમાનારી શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતની U19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ પસંદગીમાં પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓના પુત્રો પર સૌની નજર રહેશે. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ કેપ્ટન તથા હેડ કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડની પસંદગીને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
કેપ્ટનશીપની જવાબદારી કોને?
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચોની શ્રેણી માટે લક્ષ્ય રાયચંદાનીને કેપ્ટન બનાવવામાં આવ્યા છે, જ્યારે યશવર્ધન ચૌહાણ વાઈસ કેપ્ટન રહેશે. ચાર દિવસીય (મલ્ટી-ડે) શ્રેણી માટે યશવર્ધન ચૌહાણ કેપ્ટનશિપ સંભાળશે અને લક્ષ્ય રાયચંદાની વાઈસ કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે.
રાજકોટ અને અમદાવાદમાં રમાશે શ્રેણી
ઓસ્ટ્રેલિયા U19 નો આ ભારત પ્રવાસ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. તમામ ત્રણ વનડે મેચ અને પ્રથમ મલ્ટી-ડે મેચ રાજકોટ ખાતે રમાશે. શ્રેણીની બીજી અને અંતિમ મલ્ટી-ડે મેચ અમદાવાદના 'બી' ગ્રાઉન્ડ ખાતે રમાશે.
સીરિઝનું સંપૂર્ણ શિડ્યુલ
પ્રથમ વનડે: 18 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર) – રાજકોટ (સવારે 9:00 વાગ્યે)
બીજી વનડે: 21 સપ્ટેમ્બર 2026 (સોમવાર) – રાજકોટ (સવારે 9:00 વાગ્યે)
ત્રીજી વનડે: 23 સપ્ટેમ્બર 2026 (બુધવાર) – રાજકોટ (સવારે 9:00 વાગ્યે)
પ્રથમ મલ્ટી-ડે: 27 થી 30 સપ્ટેમ્બર 2026 – રાજકોટ (સવારે 9:30 વાગ્યે)
બીજી મલ્ટી-ડે: 05 થી 08 ઓક્ટોબર 2026 – અમદાવાદ 'બી' ગ્રાઉન્ડ (સવારે 9:30 વાગ્યે)
ભારતીય U19 સ્કવૉડ:
વનડે ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઈસ કેપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી. યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટા અને કાવ્યા પટેલ.
મલ્ટી-ડે ટીમ: યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની (વાઈસ કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા (વિકેટકીપર), અભિપ્રાય બિસ્વાસ (વિકેટકીપર), રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા અને આર્યન યાદવ.




