IPL 2026: CSK માટે શું ધોનીની જગ્યાએ સંજુ સેમસન કરશે વિકેટકીપિંગ? રવિચંદ્રન અશ્વિને આપ્યા મોટા સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ravichandran Ashwin On Sanju Samson : IPL 2026માં સંજુ સેમસન ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) તરફથી રમશે. જ્યારથી સંજુ CSKનો ભાગ બન્યો છે, ત્યારથી ક્રિકેટ રસિકો અને નિષ્ણાતોમાં એક સવાલ ઉભો થયો છે કે CSK માટે વિકેટકીપિંગ સંજુ કરશે કે પછી એમએસ ધોની? આ મામલે CSK માટે રમી ચૂકેલા દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પોસ્ટથી મોટા સંકેત આપ્યા છે.
ગ્રાઉન્ડ ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યો સંજુ
અશ્વિનની સોશિયલ મીડિયા પોસ્ટમાં સંજુ ગ્રાઉન્ડ ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. જેમાં તે ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટર સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. સંજુ ઊંચા કેચની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે અશ્વિને ફેન્સને સવાલ કર્યો કે, શું સેમસન આગામી સિઝનમાં ફક્ત આઉટફિલ્ડર તરીકે રમશે? કેપ્શનમાં તેણે લખ્યું કે, "સંકેતો છે કે ધીમે ધીમે વસ્તુઓ સરળ થઈ રહી છે."
2026ની IPL સિઝન માટે CSKમાં પ્રવેશ કર્યા પછી સંજુ સેમસન વિકેટકીપિંગની ભૂમિકામાં જોવા મળશે અને ધોની ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે. પરંતુ સંજુની પ્રેક્ટિસ જોઈને એવું લાગી રહ્યું છે કે ધોની આ સિઝનમાં પણ વિકેટ પાછળની જવાબદારી નિભાવવાશે. વિકેટકીપરની સાથે સેમસન એક સારો ફિલ્ડર પણ છે.
આ પણ વાંચો: IPLના 4 'વફાદાર' ખેલાડીઓએ ક્યારેય નથી બદલી પોતાની ટીમ, પહેલા નંબર પર વિરાટ કોહલી
આંતરરાષ્ટ્રીય મેચમાં પણ સંજુ ફિલ્ડર તરીકે રમી ચૂક્યો છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સંજુ સેમસન CSKમાં જોડાવાથી ટોપ ઓર્ડરની બેટિંગ પહેલા કરતાં વધુ મજબૂત અને ખતરનાક બની છે.




