Sports

IPLના 4 'વફાદાર' ખેલાડીઓએ ક્યારેય નથી બદલી પોતાની ટીમ, પહેલા નંબર પર વિરાટ કોહલી

By GS Team
22 Mar 20262 mins read
TukuTouch Logo
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત થયાને અઢાર વર્ષ વીતી ગયા છે અને 19મી સિઝન 28 માર્ચે શરૂ થવાની છે. આ સિઝન પહેલા તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, લીગના સમગ્ર ઇતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓ એવા છે જેમણે એક જ ફ્રેન્ચાઇઝ માટે 10 કે તેથી વધુ સિઝન રમી છે. આમ તો અનેક ખેલાડીઓ છે જેમણે 18 સિઝન રમી છે. પરંતુ મોટાભાગના ખેલાડીઓએ ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. રોહિત શર્મા અને એમએસ ધોની જેવા દિગ્ગજો પણ આ લિસ્ટમાં નથી. જો કે, વિરાટ કોહલીનું નામ ચોક્કસપણે આ લિસ્ટમાં છે અને તે ટોચ પરના સ્થાને છે. અન્ય ત્રણ ખેલાડીઓ કોણ છે? ચાલો જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

IPLના 4 'વફાદાર' ખેલાડીઓએ ક્યારેય નથી બદલી પોતાની ટીમ, પહેલા નંબર પર વિરાટ કોહલી

Most Loyal Players In IPL History: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત થયાને અઢાર વર્ષ વીતી ગયા છે અને 19મી સિઝન 28 માર્ચે શરૂ થવાની છે. આ સિઝન પહેલા તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, લીગના સમગ્ર ઇતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓ એવા છે જેમણે એક જ ફ્રેન્ચાઇઝ માટે 10 કે તેથી વધુ સિઝન રમી છે. આમ તો અનેક ખેલાડીઓ છે જેમણે 18 સિઝન રમી છે. પરંતુ મોટાભાગના ખેલાડીઓએ ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. રોહિત શર્મા અને એમએસ ધોની જેવા દિગ્ગજો પણ આ લિસ્ટમાં નથી. જો કે, વિરાટ કોહલીનું નામ ચોક્કસપણે આ લિસ્ટમાં છે અને તે ટોચ પરના સ્થાને છે. અન્ય ત્રણ ખેલાડીઓ કોણ છે? ચાલો જાણીએ. 

વિરાટ કોહલી

ભારતીય બેટર વિરાટ કોહલીથી વધારે વફાદાર કોઈ ખેલાડી તમને IPLમાં જોવા નહીં મળે. આની પાછળનું કારણ એ છે કે, વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે જે આજ સુધી દરેક સિઝનમાં ફક્ત એક જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. અત્યાર સુધીમાં 18 સિઝન થઈ છે અને વિરાટ દરેક સિઝનમાં ફક્ત RCB માટે જ રમ્યો છે.

સુનીલ નરેન

આ લિસ્ટમાં બીજા નંબર પર વેસ્ટઈન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર સુનીલ નરેનનું નામ આવે છે. IPLમાં સુનીલ એક જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. સુનીલ અત્યારસુધીમાં 14 સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાયેલો રહ્યો છે. 

કિરોન પોલાર્ડ

IPLના ઈતિહાસમાં એક ટીમ માટે લોયલ રહેનારા ખેલાડીઓમાં કિરોન પોલાર્ડનું નામ ત્રીજા સ્થાને આવે છે. વેસ્ટઈન્ડીઝ ટીમના પૂર્વ કેપ્ટને મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2022 સુધી આ ટીમ માટે રમ્યો હતો. પોલાર્ડે 13 સિઝનમાં આ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. 

આ પણ વાંચો: વિદેશી ખેલાડીઓ થાકનું બહાનું કાઢે તો પગાર કાપો! IPL પહેલા અશ્વિનની સલાહ

જસપ્રીત બુમરાહ

દમદાર બોલર જસપ્રીત બુમરાહ પણ એવા વફાદાર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ છે, જેણે પોતાની આખી IPL કારકિર્દી એક જ ફ્રેન્ચાઇઝી માટે રમી છે. બુમરાહે વર્ષ 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 13 સિઝન રમી છે અને તે 14મી સિઝન રમવા માટે તૈયાર છે. જ્યારથી મુંબઈએ બુમરાહને ખરીદ્યા છે, ત્યારથી તેની સેવાઓ જાળવી રાખી છે. વર્ષ 2013ના ઓક્શન બાદ તે ફરી ક્યારેય ઓક્શનમાં ગયો નથી.