Sports

IND vs SA | કોહલીએ સતત બીજી સદી ફટકારતા ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, ગાયકવાડનો પણ રેકોર્ડ

By GS TEAM
3 Dec 20252 mins read
TukuTouch Logo
આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SA | કોહલીએ સતત બીજી સદી ફટકારતા ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, ગાયકવાડનો પણ રેકોર્ડ

India dominate SA as Ruturaj Gaikwad slams maiden ODI ton in Raipur | આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા. 

લાઈવ સ્કોર: 


 વિરાટ કોહલીની 53મી વનડે સદી 

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી છે. કોહલીએ આજે 90 બોલમાં 100 રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતાં સુનિલ ગાવસ્કરે વખાણ કરતાં કહ્યું હતું કે તમારી પાસે વિરાટ કોહલી હોય તો સુપરમેનની શું જરૂર? કોહલી મેચમાં કુલ 93 બોલમાં 102 રન ફટકાર્યા. જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ કોહલીની 53મી વનડે સદી હતી. 

ઋતુરાજ ગાયકવાડે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી

ઋતુરાજ ગાયકવાડે આજે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી. ઋતુરાજે 77 બોલમાં 100 રન પૂરા કર્યા. પહેલા 52 બોલમાં તેણે 50 રન પૂરા કર્યા હતા અને પછીના 27 બોલમાં તાબડતોબ બેટિંગ કરી અને બીજા 50 રન પૂરા કર્યા. જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. જોકે બાદમાં 105 રન પૂર્ણ થતાં ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ ગયો હતો. સ્ટેડિયમમાં સૌ દર્શકોએ ઊભા થઈને ગાયકવાડનું સન્માન કર્યું હતું. 

ગાયકવાડની સદી થતાં સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું

સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો ભવ્ય વિજય

- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝની પ્રથમ 30 નવેમ્બરે રાંચીમાં રમાઈ હતી જેમાં વિરાટ કોહલીએ 135 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા અને કે એલ રાહુલની અડધી સદીની મદદથી ભારતનો સ્કોર 349 રનનો થઈ ગયો હતો. 

- જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રન પર ઓલઆઉટ થઈ હતી.