Get The App

'યેલો આર્મી'નો રંગ ફિક્કો! રાજસ્થાન રોયલ્સની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટે આસાન જીત

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
'યેલો આર્મી'નો રંગ ફિક્કો! રાજસ્થાન રોયલ્સની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટે આસાન જીત 1 - image
ફોટો સોર્સ: ians

IPL 2026 RR vs CSK Highlights: IPL 2026ની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી દીધું છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં રન ચેઝ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાને સરળતાથી મેચ પર 47 બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. 

વૈભવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી

વૈભવે માત્ર 17 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 52 રન ફટકાર્યા હતા. આ દરમિયાન વૈભવે 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે આઈપીએલ ઈતિહાસની સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 127 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી.

સ્કોર કાર્ડ

CSK: 127(19.4)

RR: 128/2(12.1)

ચેન્નાઈ 127 રન પર ઓલઆઉટ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 19.4 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના તમામ બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા, જેમાં સંજુ સેમસન, સરફરાઝ ખાન, રુતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. જેમી ઓવરટને ટીમની લાજ રાખી હતી ટીમ તરફથી સૌથી મોટી ઈનિંગ રમતા 36 બોલમાં 43 રન બનાવ્યા હતા. બેટિંગ કરવા ઉતરેલા 11 બેટ્સમેનોમાંથી 8 તો બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા. બીજી તરફ રાજસ્થાન માટે જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: VIDEO: PSLમાં ફરી મોટો કાંડ, પાકિસ્તાનના બે સ્ટાર ખેલાડી બોલ ટેમ્પરિંગ કરતાં કેમેરામાં કેદ

રાજસ્થાનનું જોરદાર પ્રદર્શન

128 રનના જવાબમાં ઉતરેલી રાજસ્થાન માટે ઇનિંગની શરૂઆત વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ દ્વારા કરવામાં આવી હતી. વૈભવે પહેલી જ બોલથી ફટકાબાજી શરૂ કરી હતી, માત્ર 15 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી. વૈભવની વિકેટ જ્યારે પડી ત્યારે રાજસ્થાનનો સ્કોર 75 રન હતો. જે બાદ ધ્રુવ જુરેલ બેટિંગ માટે આવ્યો. તેણે 18 રનની ઇનિંગ રમી પરંતુ 9મી ઓવરમાં અંશુલ કંબોજે તેની વિકેટ ઝડપી લીધી. પરંતુ ત્યારબાદ કેપ્ટન રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલે મોરચો સંભાળ્યો. બંનેએ 13મી ઓવરમાં જ રાજસ્થાનને જીત અપાવી દીધી. CSK માટે આ હાર એટલે પણ હેરાન કરનારી છે કારણ કે ટીમની પાછલી સિઝન અત્યંત ખરાબ રહી હતી અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી