Get The App

VIDEO: PSLમાં ફરી મોટો કાંડ, પાકિસ્તાનના બે સ્ટાર ખેલાડી બોલ ટેમ્પરિંગ કરતાં કેમેરામાં કેદ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO:  PSLમાં ફરી મોટો કાંડ, પાકિસ્તાનના બે સ્ટાર ખેલાડી બોલ ટેમ્પરિંગ કરતાં કેમેરામાં કેદ 1 - image


PSL 2026 Ball Tampering Scandal: પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 ની શરૂઆત થતાની સાથે જ એક એવો વિવાદ સામે આવ્યો છે જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં બોલ ટેમ્પરિંગ (બોલ સાથે છેડછાડ) ની ઘટના બની છે, જેમાં સ્ટાર બેટ્સમેન ફખર ઝમાનની કરતૂત લાઈવ કેમેરામાં ઝડપાઈ ગઈ છે. આ ઘટનાને કારણે પાકિસ્તાન ક્રિકેટના સન્માન પર ફરી સવાલો ઊભા થયા છે.



છેલ્લી ઓવરનો ડ્રામા અને કરતૂત

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ લો-સ્કોરિંગ મેચ રોમાંચક વળાંક પર હતી. લાહોર કલંદર્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રન બચાવવાના હતા. આ દરમિયાન કેપ્ટન શાહીન શાહ આફ્રિદી, બોલર હરિસ રઉફ અને ફખર ઝમાન મેદાન પર પ્લાનિંગ કરી રહ્યા હતા. એક ખેલાડી પાણી પણ લઈને આવ્યો હતો. એવું લાગતું હતું કે તેઓ મેચ બચાવવાની રણનીતિ બનાવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ આખી યોજના બોલ ટેમ્પરીંગની હતી. ફખર ઝમાન સ્પષ્ટપણે બોલ સાથે છેડછાડ કરતો કેમેરામાં કેદ થયો હતો.

મેદાન પર જ 5 રનનો દંડ

અમ્પાયરોએ તાત્કાલિક આ હરકત પકડી પાડી હતી અને બોલ સાથે છેડછાડ કરવા બદલ લાહોર કલંદર્સની ટીમ પર મેચ દરમિયાન જ ૫ રનની પેનલ્ટી ફટકારી દીધી હતી. આ ઘટના બાદ શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને ફખર ઝમાન પર આગામી મેચો માટે પ્રતિબંધ અથવા ભારે દંડ થવાની પૂરેપૂરી શક્યતા છે.

શાહીન આફ્રિદીનો ઉડાઉ જવાબ

મેચ બાદ જ્યારે પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કેપ્ટન શાહીન આફ્રિદીને આ કાંડ વિશે પૂછ્યું, ત્યારે તેણે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. શાહીને કહ્યું, "મને આ વિશે કંઈ ખબર નથી. અમે જોઈશું કે તે કેમેરામાં છે કે નહીં અને પછી તેના પર વાત કરીશું. વાસ્તવમાં, 5 રન કાપી લેવામાં આવ્યા છે અને હવે અમે કંઈ કરી શકીએ તેમ નથી." શાહીનનો આ જવાબ પાકિસ્તાની ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકોને ગળે ઉતરી રહ્યો નથી.