Sports

વર્લ્ડ ક્રિકેટમાં હાલ 'સંન્યાસ'ની મજાક બનાવી દેવામાં આવી છે: રોહિત શર્મા

By GS Team
18 Sep 20242 mins read
This article was originally published on 18 Sep 2024
TukuTouch Logo
ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કર્યા પછી, રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહ્યું હતુ. ખેલાડી રોહિત શર્મા હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે રમી રહ્યો છે. તે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન એક્શનમાં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્લ્ડ ક્રિકેટમાં હાલ 'સંન્યાસ'ની મજાક બનાવી દેવામાં આવી છે: રોહિત શર્મા

Rohit Sharma Retirement: ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કર્યા પછી, રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહ્યું હતુ. ખેલાડી રોહિત શર્મા હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે રમી રહ્યો છે. તે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન એક્શનમાં જોવા મળશે. 

થોડા સમયથી ચર્ચાઓ હતી કે,કદાચ રોહિત શર્મા ટી-20માંથી સંન્યાસ લઈ શકે છે. પરંતુ હવે ખેલાડીએ નિવૃત્તિમાંથી યુ-ટર્ન લેવાનો ફની જવાબ આપ્યો છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ કહ્યું કે, "વર્લ્ડ ક્રિકેટમાં હાલ સંન્યાસની મજાક બનાવી દેવામાં આવી છે. લોકો સંન્યાસની જાહેરાત કરે છે પરંતુ ફરી રમવા માટે ઉતરે છે. ભારતમાં એવું થયું નથી. જો કે હું અન્ય દેશના ખેલાડીઓને જોઈ રહ્યો છું. તે સંન્યાસની જાહેરાત કરે છે પણ પછી ફરી યૂ-ટર્ન લઇ લે છે. જેથી હકીકતમાં તમને ખબર રહેતી નથી કે, કોણે રિટાયરમેન્ટ લઈ લીધું છે."

T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ અંગે રોહિત કહે છે, "મારો નિર્ણય અંતિમ છે અને હું એકદમ સ્પષ્ટ છું. T20 ઈન્ટરનેશનલને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય હતો. હું મારી નિવૃત્તિ પાછી નથી લઈ રહ્યો." 

IPLમાં રમતા રહેશે રોહિત 

રોહિત શર્માએ માત્ર T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. ખેલાડી IPLમાં રમવાનું ચાલુ રાખશે. જોકે, એવી ચર્ચા છે કે, IPL 2025માં તેમની ટીમ બદલાઇ જશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે અલગ થવાનું મન બનાવી લીધું છે, અને તે આગામી સિઝનમાં કોઈ અન્ય ટીમમાં રમતા જોવા મળી શકે છે. 

આ સિવાય એવા પણ અહેવાલ હતા કે, લખનૌ સુપર જાયન્ટ્સ T20 વર્લ્ડ કપ વિજેતાને પોતાનો કેપ્ટન બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં રોહિત IPL 2025માં કઈ ટીમ સાથે રમતા જોવા મળે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, કોઈ ભારતીય નહીં પણ આ તોફાની બેટર બન્યો નંબર-1