Get The App

વિદેશી ખેલાડીઓ થાકનું બહાનું કાઢે તો પગાર કાપો! IPL પહેલા અશ્વિનની સલાહ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી ખેલાડીઓ થાકનું બહાનું કાઢે તો પગાર કાપો! IPL પહેલા અશ્વિનની સલાહ 1 - image

IPL 2026 : આઈપીએલ 2026ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર અત્યાર સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. ગ્રીન આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેને રૂ. 25.20 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જોકે, નવા નિયમો મુજબ વિદેશી ખેલાડીના પગારની મર્યાદા રૂ. 18 કરોડ નક્કી કરવામાં આવી છે. આથી, હરાજી રૂ. 25.20 કરોડમાં થઈ હોવા છતાં ગ્રીનને પગાર તરીકે રૂ. 18 કરોડ મળશે, જ્યારે બાકીની રૂ. 7.20 કરોડની રકમ બીસીસીઆઈના 'પ્લેયર વેલ્ફેર ફંડ'માં જશે.

અશ્વિનનો તર્ક

અશ્વિને આ આંકડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "જો તમે શાહરૂખ ખાન હોવ અને તમે કોઈ ખેલાડી માટે રૂ. 25 કરોડ ખર્ચ્યા હોય, અને તે મેદાન પર આવીને એમ કહે કે 'હું માત્ર એક જ ઓવર ફેંકીશ', તો તમને કેવું લાગે? જ્યારે ફ્રેન્ચાઈઝી આટલી મોટી રકમ રોકે છે, ત્યારે તેઓ ખેલાડી પાસેથી સંપૂર્ણ યોગદાનની અપેક્ષા રાખે છે."

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી

અનેક વિદેશી ખેલાડીઓ આડોડાઇ કરે છે

અશ્વિને તેના પોડકાસ્ટમાં જણાવ્યું કે ઘણીવાર વિદેશી ખેલાડીઓ, ખાસ કરીને કેમેરોન ગ્રીન જેવા ઓલરાઉન્ડરો, છેલ્લી ઘડીએ 'વર્કલોડ મેનેજમેન્ટ'નું કારણ આપીને બોલિંગ કરવાનું ટાળે છે. અશ્વિને ઉમેર્યું કે, "જો તમે કેમેરોન ગ્રીન જેવા ખેલાડીને મોટી રકમ આપીને ટીમમાં સામેલ કરો છો અને તે મેચના દિવસે એમ કહે કે 'આજે હું 4 ઓવર નહીં ફેંકું કારણ કે મારે મારો વર્કલોડ મેનેજ કરવો છે', તો ફ્રેન્ચાઈઝીએ તેના કોન્ટ્રાક્ટની રકમમાંથી તેટલી રકમ (પ્રો-રેટ મુજબ) કાપી લેવી જોઈએ."

વારંવાર થાકનું બહાનું કાઢવું યોગ્ય નથી

અશ્વિને ભાર મૂક્યો હતો કે ટી-20માં 4 ઓવર ફેંકવી એ એટલું મોટું કામ નથી કે જેના માટે ખેલાડીઓ વારંવાર થાકનું બહાનું કાઢે. ખાસ કરીને વિદેશી ખેલાડીઓ જ્યારે આઈપીએલ બાદ તરત શરૂ થતી પોતાની દેશની શ્રેણી (કે જે ક્યારેક વર્લ્ડ કપની સેમિ ફાઇનલ જેવી મહત્વની મેચો તરફ દોરી જતી હોય) રમવા માંગતા હોય ત્યારે વર્ક મેનેજમેન્ટનું બહાનું ધરી ઓછી જવાબદારી વહન કરે છે. ફ્રેન્ચાઈઝી માલિકોએ કરાર વખતે જ પૂર્ણ પ્રદાનની શરત મૂકવી જોઈએ.