Sports

અશ્વિનને ઓનલાઇન છેતરવાનો પ્રયાસ, ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોના કોન્ટેક્ટ માગ્યા, પોસ્ટ વાઈરલ

By GS TEAM
20 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર ​​આર. અશ્વિન ફરી એકવાર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનતા બચી ગયા છે. આ વખતે ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​એડમ ઝમ્પા હોવાનો ઢોંગ કરીને એક વ્યક્તિએ અશ્વિન પાસેથી કેટલાક ભારતીય ખેલાડીઓના ફોન નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અશ્વિને પોતાની ચતુરાઈથી આ નકલી વ્યક્તિનો પર્દાફાશ કર્યો હતો અને આ ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અશ્વિનને ઓનલાઇન છેતરવાનો પ્રયાસ, ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોના કોન્ટેક્ટ માગ્યા, પોસ્ટ વાઈરલ

R Ashwin Leak Chat: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર ​​આર. અશ્વિન ફરી એકવાર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનતા બચી ગયા છે. આ વખતે ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​એડમ ઝમ્પા હોવાનો ઢોંગ કરીને એક વ્યક્તિએ અશ્વિન પાસેથી કેટલાક ભારતીય ખેલાડીઓના ફોન નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અશ્વિને પોતાની ચતુરાઈથી આ નકલી વ્યક્તિનો પર્દાફાશ કર્યો હતો અને આ ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

ધોનીના સવાલથી નકલી ઝમ્પા પકડાયો

એડમ ઝમ્પા બનીને મેસેજ કરનાર આ વ્યક્તિએ વોટ્સએપ પર અશ્વિન પાસેથી અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, જીતેશ શર્મા, રિંકુ સિંહ અને શિવમ દુબે જેવા ખેલાડીઓના નંબરની માંગણી કરી હતી. અશ્વિને આ યાદી મોકલવાની મજાકમાં વાત કરી, પરંતુ પછી તેણે નકલી ઝમ્પાને એક મોટો સવાલ પૂછ્યો કે, 'શું તમારી પાસે એમ.એસ. ધોનીનો નંબર છે?'

જ્યારે નકલી ઝમ્પાએ જવાબ આપ્યો કે તેની પાસે ધોનીનો નંબર છે, ત્યારે અશ્વિને બદલામાં તે નંબર માંગ્યો. આનાથી તે વ્યક્તિનો પર્દાફાશ થયો, કારણ કે જો તે ખરેખર એડમ ઝમ્પા હોત તો તેની પાસે ધોનીનો નંબર હોવાની શક્યતા ઓછી હતી અથવા તે તાત્કાલિક નંબર શેર ન કરતા.

અશ્વિને આ વીડિયો તેના 'X' એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વાતચીતનો અંત રમુજી રીતે થયો જ્યારે નકલી ઝમ્પાએ ફરીથી સંપર્કો માટે દબાણ કર્યું, જેના પર અશ્વિને મજાકમાં કહ્યું કે, તે આખી એક્સેલ શીટ મોકલી રહ્યો છે.


આ પણ વાંચો: ભારતના આ ખેલાડીએ 36 વર્ષની વયે ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી, ડેબ્યૂ મેચમાં ખેરવી હતી 2 વિકેટ

અગાઉ પણ થઈ ચૂક્યો છે પ્રયાસ

નોંધનીય છે કે અશ્વિન સાથે ઓનલાઈન છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એક ઘટનાનો ખુલાસો કર્યો હતો, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સાથી ખેલાડી ડેવોન કોનવે હોવાનો ઢોંગ કરીને એક વ્યક્તિએ તેમને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. E  ડેવોન કોનવે તરીકે મેસેજ કરનાર વ્યક્તિએ વિરાટ કોહલીનો નંબર માંગ્યો હતો. અશ્વિને જણાવ્યું હતું કે, 'તેમને શંકા ગઈ અને તેમણે ઈરાદાપૂર્વક વિરાટ કોહલીનું કાર્ડ ઉપાડીને એક અલગ નંબર આપ્યો હતો.'

આ બંને ઘટનાઓ દર્શાવે છે કે સેલિબ્રિટીઝ પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની શકે છે, અને અશ્વિનની સતર્કતાથી બંને પ્રયાસો નિષ્ફળ ગયા હતા.