Sports

ક્રિકેટર પૃથ્વી શૉની લવ લાઈફમાં મોટો ઝટકો: મંગેતર આકૃતિ અગ્રવાલે સંબંધ તોડ્યો, પોસ્ટ વાયરલ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની અંગત જિંદગીમાં મુશ્કેલીઓ વધી છે. તેમની મંગેતર આકૃતિ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને સગાઈ તૂટી હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. ભવિષ્યના અલગ-અલગ લક્ષ્યોને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. 8 માર્ચ, 2026ના રોજ તેમની સગાઈ થઈ હતી. કારકિર્દીમાં પણ સંઘર્ષ કરી રહેલા પૃથ્વી માટે આ વધુ એક આંચકો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટર પૃથ્વી શૉની લવ લાઈફમાં મોટો ઝટકો: મંગેતર આકૃતિ અગ્રવાલે સંબંધ તોડ્યો, પોસ્ટ વાયરલ

Prithvi Shaw Engagement Broken : ભારતીય ક્રિકેટ ટીમમાંથી લાંબા સમયથી બહાર ચાલી રહેલા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉની વ્યાવસાયિક કારકિર્દી સાથે તેમની અંગત જિંદગીમાં પણ મુશ્કેલીઓ વધી ગઈ છે. પૃથ્વી શૉ ફરી એકવાર પોતાના અંગત સંબંધોને લઈને ભારે ચર્ચામાં આવ્યા છે. તેમની મંગેતરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને સગાઈ તૂટી ગઈ હોવાની સત્તાવાર માહિતી આપી છે.

પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય

આકૃતિ અગ્રવાલ (Akriti Agarwal) એ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અત્યંત ભારે હૈયે મારે જણાવવું પડી રહ્યું છે કે મેં અને મારા મંગેતરે ભવિષ્યના અલગ-અલગ લક્ષ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે એકબીજાને ઘણો પ્રેમ અને આદર આપીએ છીએ, છતાં અમે એ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે કે અમારા રસ્તા સાથે ચાલવા માટે નથી બન્યા. અમારી અંગત જવાબદારીઓ અને વર્તમાન પરિસ્થિતિઓને જોતાં પરસ્પર સહમતિથી સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું છે.’

8 માર્ચે સગાઈ કરી હતી

પૃથ્વી શૉ (Prithvi Shaw) અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેમજ અભિનેત્રીએ 8 માર્ચ 2026ના રોજ સગાઈ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાઓ ચાલતી હતી, જેના પર આ સોશિયલ મીડિયા પોસ્ટે મહોર લગાવી દીધી છે.

પૃથ્વીની કારકિર્દીમાં પણ મુશ્કેલ સમય

26 વર્ષીય ક્રિકેટરને એક સમયે ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર માનવામાં આવતો હતો. 2018માં માત્ર 18 વર્ષની નાની ઉંમરે તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. જોકે, ખરાબ ફોર્મ અને ફિટનેસના પ્રશ્નોને કારણે તેઓ ટીમમાંથી બહાર થઈ ગયા હતા અને હાલમાં તેઓ સ્થાનિક ક્રિકેટ તેમજ આઈપીએલમાં પણ વાપસી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.