Sports

અહંકાર નડ્યો! 'ભારતીય ટીમ લેખિતમાં માફી માંગે' તેવી જીદ પૂરી ન થતાં પાકિસ્તાને WCL છોડ્યું

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ની 3જી સિઝનમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સે નામ પાછું ખેંચ્યું છે. PCBએ ભારતીય ખેલાડીઓ પાસેથી લેખિતમાં માફી અને હેન્ડશેકની ગેરંટી જેવી વિચિત્ર શરતો મૂકી હતી. આયોજકો દ્વારા શરતો ન સ્વીકારાતાં, પાકિસ્તાને ટૂર્નામેન્ટ ગુમાવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરની હાઈવોલ્ટેજ મેચ હવે રદ્દ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અહંકાર નડ્યો! 'ભારતીય ટીમ લેખિતમાં માફી માંગે' તેવી જીદ પૂરી ન થતાં પાકિસ્તાને WCL છોડ્યું

Pakistan Out Of WCL Over Bizarre Demands: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ની ત્રીજી સિઝનમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) પોતાના ખેલાડીઓને એનઓસી (NOC) આપવાનો ઇનકાર કરતાં ટીમે WCL 2026માંથી હટી જવું પડ્યું છે. PCBએ એનઓસી આપવા માટે આયોજકો સમક્ષ કેટલીક વિચિત્ર શરતો મૂકી હતી, જેમાં મુખ્ય શરત ભારતીય ખેલાડીઓ પાસેથી લેખિતમાં માફી મંગાવવાની હતી. આ બેતૂકી શરત ન સ્વીકારાતાં આખરે પાકિસ્તાનને ટૂર્નામેન્ટ ગુમાવવી પડી છે.

શું હતો વિવાદ અને PCBની અજીબોગરીબ શરતો?

  • જૂનો વિવાદ: ગત વર્ષે WCLની બીજી સિઝન દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે PCB અગાઉ પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યું હતું.
  • લેખિત માફીની માંગણી: આ વખતે એનઓસી આપવા માટે PCBએ આયોજકો સમક્ષ શરત રાખી કે ટીમ ઇન્ડિયા ગત વર્ષે રમવાની ના પાડવા બદલ લેખિતમાં માફી માંગે.
  • હેન્ડશેકની ગેરંટી: આ સાથે PCBએ એવી ખાતરી પણ માંગી હતી કે મેચ દરમિયાન બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ઔપચારિક હેન્ડશેક થશે.
  • આયોજકોએ કેટલીક બાબતો પર સહમતિ દર્શાવી હોવા છતાં ભારતીય ટીમની માફી અને હેન્ડશેક અંગેનું આશ્વાસન ન મળતાં પાકિસ્તાન ચેમ્પિયન્સને ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી હતી.

10 ઓક્ટોબરની હાઈવોલ્ટેજ મેચ રદ

WCL 2026માં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે 10 ઓક્ટોબરે મુકાબલો યોજાવાનો હતો. પાકિસ્તાનના હટી ગયા બાદ હવે આ મેચ નહીં રમાય. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ટીમ અગાઉની બંને સિઝનમાં રનર્સ-અપ રહી હતી (2024માં ભારત સામે અને 2025માં સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં પરાજય થયો હતો).

ટીમ ઇન્ડિયાનું નવું શેડ્યૂલ: હવે કોની સામે રમશે ભારત?

WCL 3 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન રમાઈ રહી છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂકી છે, જેમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 46 રને વિજય મેળવ્યો હતો જ્યારે બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે 21 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

શેડ્યૂલમાં ફેરફાર બાદ હવે ભારતીય ટીમની આગામી મેચો નીચે મુજબ રહેશે:

  • 10 ઓક્ટોબર: ભારત વિ. દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ
  • 11 ઓક્ટોબર: ભારત વિ. બાંગ્લાદેશ ચેમ્પિયન્સ
  • 13 ઓક્ટોબર: ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સ