Sports

ગરીબીમાં સાયકલ પર 14 કિ.મી. દૂર સ્ટેડિયમ જતા ખેલાડીને IPL માટે મળ્યા 14 કરોડ! રાતોરાત સ્ટાર

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
IPL 2026 માટે ઓક્શન પૂર્ણ થયા પછી 20 વર્ષીય ખેલાડી પ્રશાંત વીરનું નામ ચર્ચાઈ રહ્યું છે. યુપીના અમેઠીના રહેવાસી સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત આ IPL ઓક્શનમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ યુવા ખેલાડીને ખરીદવા માટે રૂ.14.20 કરોડ ખર્ચ્યા, જેની બેઝ પ્રાઈઝ રૂ.30 લાખ હતી. પ્રશાંત વીરની આ સફળતા પર તેના મિત્રોએ ઘણા રહસ્યો ખોલ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગરીબીમાં સાયકલ પર 14 કિ.મી. દૂર સ્ટેડિયમ જતા ખેલાડીને IPL માટે મળ્યા 14 કરોડ! રાતોરાત સ્ટાર

Prashant Veer : IPL 2026 માટે ઓક્શન પૂર્ણ થયા પછી 20 વર્ષીય ખેલાડી પ્રશાંત વીરનું નામ ચર્ચાઈ રહ્યું છે. યુપીના અમેઠીના રહેવાસી સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત આ IPL ઓક્શનમાં સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી છે. ચેન્નઈ સુપર કિંગ્સે આ યુવા ખેલાડીને ખરીદવા માટે રૂ.14.20 કરોડ ખર્ચ્યા, જેની બેઝ પ્રાઈઝ રૂ.30 લાખ હતી. પ્રશાંત વીરની આ સફળતા પર તેના મિત્રોએ ઘણાં રહસ્યો ખોલ્યા છે.

પ્રશાંતની આ સિદ્ધિ  બાદ તેના ગામ ગુજીપુરથી લઈને આખા અમેઠી જિલ્લામાં ઉજવણીનો માહોલ છે. પ્રશાંતને ઘરે અભિનંદન આપવા માટે લોકોની લાંબી કતાર લાગી છે. બીજી તરફ, તેના મિત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. 

પ્રશાંતના મિત્રએ શું કહ્યું?

ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં પ્રશાંત સાથે ક્રિકેટ રમનારા તેના સાથી મિત્રો જૂના દિવસો યાદ કરીને ભાવુક થયા હતા. પ્રશાંતના નજીકના મિત્ર સચિને કહ્યું કે, 'બંને ઘણીવાર ઇનિંગ્સની શરૂઆત કરતા હતા, અને પ્રશાંત શરૂઆતથી જ આક્રમક અને આત્મવિશ્વાસુ ખેલાડી હતો. આજે અમને ગર્વ છે કે અમારામાંથી એક ખેલાડી IPLમાં દેશનું ગૌરવ વધારી રહ્યો છે.'

ટીમના કેપ્ટન અકબરે જણાવ્યું કે, પ્રશાંતની સૌથી મોટી તાકાત તેની મહેનત હતી. તે રોજના 12થી 14 કિલોમીટર સાયકલ ચલાવીને પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ આવતો હતો. ભલે ને હવામાન કેવુ પણ હોય, તે ક્યારેય પ્રેક્ટિસ માટે પાછળ રહ્યો નથો. કોચ ગાલિબના માર્ગદર્શનથી પ્રશાંતે પોતાની રમતમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચો: ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ રદ થતાં દર્શકોને ટિકિટનું રિફંડ મળશે? જાણો નિયમ

પ્રશાંતે 2017-18 બેચ દરમિયાન ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં ક્રિકેટની શીખ મેળવી હતી. તે સમયે સ્ટેડિયમમાં તૈનાત સ્પોર્ટ્સ ઓફિસર શમીમ અહેમદે પ્રશાંતને ખૂબ જ શિસ્તબદ્ધ અને પ્રતિભાશાળી ખેલાડી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'તેની સફળતા તેની મહેનત અને તેના કોચની ભૂમિકા બંનેને કારણે છે.