VIDEO : પાકિસ્તાની બોલરે હસીને મજાક ઉડાડતાં ગુસ્સે ભરાયો પોલાર્ડ, મેદાનમાં માહોલ ગરમાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

HEATED MOMENT BETWEEN NASEEM SHAH & POLLARD IN ILT20 FINAL: ડેઝર્ટ વાઈપર્સે શાનદાર પ્રદર્શન કરીને ઈન્ટરનેશનલ લીગ T20 (IL T20) ની ચોથી સીઝનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. 4 જાન્યુઆરીના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં વાઈપર્સે એમઆઈ એમિરેટ્સને 46 રનથી હરાવ્યું હતું. વાઈપર્સે પહેલી વાર ખિતાબ જીત્યો છે. બીજી તરફ બીજી સીઝનની વિજેતા રહેલી એમઆઈ એમિરેટ્સ આ વખતે ટાઈટલ જીતથી દૂર રહી ગઈ.
મેદાનમાં માહોલ ગરમાયો
ILT20 ફાઈનલમાં તે સમયે માહોલ ગરમાયો જ્યારે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ. આ ઘટના એમઆઈ એમિરેટ્સની ઈનિંગની 11મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી.
પાકિસ્તાની બોલરે હસીને મજાક ઉડાડતાં ગુસ્સે ભરાયો પોલાર્ડ
ડેઝર્ટ વાઈપર્સ માટે રમી રહેલા નસીમ શાહે સારી લેન્થનો બોલ ફેંક્યો, જેના પર એમઆઈ એમિરેટ્સનો કેપ્ટન કિરોન પોલાર્ડ કંઈ ખાસ ન કરી શક્યો. બોલ પોલાર્ડના બેટની અંદરની ધાર પર વાગ્યો અને તેના પેડ પર સાથે ટકરાઈને બોલર તરફ પાછો ગયો. ત્યારબાદ નસીમ શાહે હસીને પોલાર્ડની મજાક ઉડાવી, જે અનુભવી બેટ્સમેનને બિલકુલ પસંદ ન આવ્યું અને તે ગુસ્સે ભરાયો.
ત્યારબાદ કિરોન પોલાર્ડે સીધો નસીમ શાહ તરફ ગયો અને બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. નસીમ શાહ પણ પીછેહઠ કરવા તૈયાર નહોતો અને મેદાન પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અમ્પાયરોએ બંનેને અલગ કરવા માટે દરમિયાનગીરી કરવી પડી. જોકે, થોડી ઓવર પછી નસીમ શાહે પોલાર્ડને આઉટ કરી દીધો. પોલાર્ડ 28 બોલમાં 28 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
મેચ બાદ નસીમ શાહે કહ્યું કે, 'ફાઈનલનું દબાણ અલગ હોય છે. બેટ્સમેન અને બોલર બંનેમાં આખી ટીમનું યોગદાન રહ્યું. અમારી પાસે સારા વિકલ્પ હતા અને મેનેજમેન્ટે તેનો યોગ્ય ઉપયોગ કર્યો. તમામે પોતાનું 100% આપ્યું અને પરિણામ બધાની સામે છે.'
ડેઝર્ટ વાઈપર્સેનું શાનદાર પ્રદર્શન
ફાઈનલમાં સેમ કરનની કેપ્ટનશીપ વાળી ડેઝર્ટ વાઈપર્સે શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ બેટિંગ કરતા ડેઝર્ટ વાઈપર્સે 20 ઓવરમાં 4 વિકેટ પર 182 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન સેમ કરનના શાનદાર 74 રન સામેલ છે. ટાર્ગેટનો પીછો કરતા એમઆઈ એમિરેટ્સ 18.3 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ડેવિડ પાયને અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.








